બિભવકુમારની ૧૮ મેએ ધરપકડ કરવામાં આવી હતી.
સ્વાતિ માલીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરમાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભાનાં સંસદસભ્ય સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના કેસના આરોપી બિભવકુમારને દિલ્હી પોલીસ ગઈ કાલે મુંબઈ લાવી હતી. કેજરીવાલના ભૂતપૂર્વ પર્સનલ સેક્રેટરીએ મુંબઈમાં તેનો ફોન ફૉર્મેટ કરાવતાં પોલીસ તેને એ ફોનનો ક્લોન બનાવવાના ઉદ્દેશથી મુંબઈ લાવી છે. આ તપાસ કરી રહેલા એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘૧૩ મેએ સ્વાતિ માલીવાલ પર હુમલો થયો હતો અને બિભવકુમારે ૧૭ મેએ મુંબઈમાં તેનો ફોન ફૉર્મેટ કરાવ્યો હતો. ફોનમાં રહેલા ડેટાને મેળવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ફોન ક્લોન થતાં એમાં રહેલો ડેટા મેળવી શકાશે.’ બિભવકુમારની ૧૮ મેએ ધરપકડ કરવામાં આવી હતી.