આમ કહીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી પહલગામ હુમલા વિશે તપાસ કરાવવાની પિટિશન
સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે ગુરુવારે પહલગામમાં આતંકવાદી હુમલા સંબંધિત જાહેર હિતની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. નિવૃત્ત જજોની દેખરેખ હેઠળ કેસની તપાસ કરાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે અરજદારને ઠપકો આપ્યો હતો અને માગણી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘આ અરજી દાખલ કરવાનો સમય નથી. આવી અરજીઓથી સુરક્ષા દળોનું મનોબળ ઓછું ન થવું જોઈએ. આપણે ક્યારથી આવી બાબતોમાં નિષ્ણાત બન્યા છીએ? હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજો સંરક્ષણની બાબતોમાં નિષ્ણાત કેવી રીતે હોઈ શકે? આવી અરજીઓ માટે હાલ આ યોગ્ય સમય જ નથી. અમારું કામ વિવાદોનું નિરાકરણ લાવવાનું છે.’
કોર્ટના ઠપકા બાદ અરજદારે અરજી પાછી ખેંચી લીધી હતી.


