૧૫ જૂને કમ્પ્યૂટર-બેઝ્ડ ટેસ્ટના ફૉર્મેટમાં લેવાશે એક્ઝામ
ફાઇલ તસવીર
સુપ્રીમ કોર્ટે શુક્રવારે નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ-ગ્રૅજ્યુએશન (NEET PG) વિશે મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો. કોર્ટે એક જ શિફ્ટમાં પરીક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. પરીક્ષા ૧૫ જૂને કમ્પ્યૂટર-બેઝ્ડ ટેસ્ટના (CBT) ફૉર્મેટમાં લેવામાં આવશે. NEET દેશભરમાં નિર્ધારિત વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં લેવામાં આવશે. અગાઉ બે શિફ્ટમાં પરીક્ષા લેવાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન (NBE)ને નિર્દેશ કર્યો કે ‘NEET PG ૨૦૨૫ની પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં ન કરવું, એક શિફ્ટમાં જ ગોઠવો. પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષાને એક જ શિફ્ટમાં આયોજિત કરવાની વ્યવસ્થા કરો. ૧૫ જૂને યોજાનારી પરીક્ષા માટે આવશ્યક વ્યવસ્થા કરવા અને કેન્દ્રોની ઓળખ કરવા માટે હજી પણ પૂરતો સમય છે.’


