ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Air India Express પ્લેનમાં મળ્યો સાપ, કેરળથી દુબઈ પહોંચી હતી ફ્લાઈટ

Air India Express પ્લેનમાં મળ્યો સાપ, કેરળથી દુબઈ પહોંચી હતી ફ્લાઈટ

10 December, 2022 10:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઍર ઈન્ડિયા એક્સપ્રેસનો એક વિમાન શનિવારે દુબઈ ઍરપૉર્ટ પર પહોંચ્યો તો તેના કાર્ગો હોલ્ડમાં સાપ બેઠેલો હતો. સારી બાબત એ છે કે કોઈપણ પ્રવાસી સાથે કોઈપણ ઘટના ઘડાઈ નહોતી અને સાપ સમયસર દેખાઈ ગયો. ફ્લાઈટ સ્ટાફે તરત આની સૂચના ઉચ્ચ અધિકારીઓને આપી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા કેટલાક સમયથી ઍરલાઈન્સની (Airlines) ખામીઓ સતત સામે આવી રહી છે. ક્યારેક એન્જિનમાંથી ધુમાડો તો ક્યારેક ટાયર પંક્ચરની (Tire Puncture) ઘટના તાજેતરમાં જ નોંધવામાં આવી છે. હવે ફ્લાઈટના (Flight) કાર્ગો હોલ્ડમાં (Cargo Hold) સાપ (Found Snake) મળવાની ઘટના સામે આવી છે. સાંભળીને દરેકજણ દંગ છે કે આખરે સાપ પહોંચ્યો કઈ રીતે. આ મામલે તપાસ હવે વિમાનન નિયામક ડીજીસીએ દ્વારા કરવામાં આવશે.

હકિકતે, ઍર ઈન્ડિયા એક્સપ્રેસનો એક વિમાન શનિવારે દુબઈ ઍરપૉર્ટ પર પહોંચ્યો તો તેના કાર્ગો હોલ્ડમાં સાપ બેઠેલો હતો. સારી બાબત એ છે કે કોઈપણ પ્રવાસી સાથે કોઈપણ ઘટના ઘડાઈ નહોતી અને સાપ સમયસર દેખાઈ ગયો. ફ્લાઈટ સ્ટાફે તરત આની સૂચના ઉચ્ચ અધિકારીઓને આપી. હાલ આ માહિતી સામે આવી નથી કે ફ્લાઈટમાં કેટલા પ્રવાસી હતા.


માહિતી પ્રમાણે ઍર ઈન્ડિયા એક્સપ્રેસના B737-800 વિમાને કેરળના કાલીકટથી દુબઈ માટે ફ્લાઈટ ઉપડી હતી. દુબઈ ઍરપૉર્ટ પહોંચતા જ્યારે પ્રવાસીઓનો સામાન કાઢવાનો શરૂ કર્યો ત્યારે તેમાં સાપ બેઠેલો હતો. સાપ જોતા જ પ્રવાસીઓમાં હાહાકાર મચ્યો. બધાને કોઈક રીતે શાંત પાડવામાં આવ્યા અને સૂચના ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી.


ઘટનાસ્થળે પહોંચેલી ઍરપૉર્ટની અગ્નિશનમ સર્વિસ સ્ટાફે પ્રવાસીઓને સુરક્ષિત રૂપે વિમાનમાંથી ઉતારી લીધા અને સાપને બહાર કાઢવામાં આવ્યા. હવે આ મામલે તપાસ માટે ડીજીસીએએ નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો : BMC કોઈકની `ખાનગી સંપત્તિ` બની ગઈ હતી, પણ અમે લોકોને પાછી સોંપીએ છીએ- ફડણવીસ


જણાવવાનું કે આ પહેલા શુક્રવારે નેપાળથી નવી દિલ્હી જતા ઍર ઈન્ડિયાના પ્લેનનું ટાયર પંક્ચર થયું હતું. જેના પછી પ્રવાસીઓમાં દોડાદોડ થઈ હતી. જો કે, બધા પ્રવાસી સુરક્ષિત હતા અને કોઈને કંઈ નુકસાન થયું નહોતું. જેના પછી ફ્લાઈટ રદ કરીને શનિવાર માટે રી-શેડ્યૂલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Mumbai: સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેએ 11 ડિસેમ્બર માટે જાહેર કર્યો મેગાબ્લૉક

10 December, 2022 10:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK