બૅન્ગલોર ઍરપોર્ટ પર ઇન્ડિગોની એક ફ્લાઇટની કૅબિન ટેક-ઑફ પહેલાં ધુમાડાથી ભરાઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
બૅન્ગલોર ઍરપોર્ટ પર ઇન્ડિગોની એક ફ્લાઇટની કૅબિન ટેક-ઑફ પહેલાં ધુમાડાથી ભરાઈ જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના બાદ ઇન્ડિગોએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢ્યા હતા અને એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
આ ઘટના સંદર્ભમાં ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ‘મંગળવારે બૅન્ગલોરથી ચેન્નઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ ટેક-ઑફ માટે રનવે પર આવી રહી હતી ત્યારે વિમાનમાં ધુમાડો જોવા મળ્યો હતો. સલામતીનાં કારણોસર મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે અને તેમને ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.’
