Sittu vs Rajasthan State case: નવ માર્ચ 1991ના કેસમાં આરોપી સુવાલાલ 25 વર્ષનો હતો જ્યારે તેણે આ ગુનો કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)
ભારતમાં રેપ (બળાત્કાર)ની ઘટના સામે હજી પણ ગંભીર ધ્યાન આપવામાં આવતું નથી એવા પુરાવા આપતો ચુકાદો દેશની એક અદાલતે આપી છે. હાલમાં 33 વર્ષ જૂના એક કેસમાં રાજસ્થાન (Sittu vs Rajasthan State case) હાઈ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે છોકરીના અને પોતાના કપડા ઉતારીને સંપૂર્ણપણે નગ્ન થવું તેને બળાત્કાર નહીં માનવમાં આવે. અદાલતે આપેલા આવા ચુકાદાથી દેશભરમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
રાજસ્થાન હાઈ કોર્ટના જસ્ટિસ અનુપ કુમાર ધાંડની બેંચે એક 33 વર્ષ જૂના બળાત્કારના કેસમાં પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે છોકરીના અંડર ગારમેન્ટ્સ ઉતારીને (Sittu vs Rajasthan State case) પોતે પણ સંપૂર્ણરીતે નગ્ન થવું તેને બળાત્કાર કરવાનો પ્રયત્ન નહીં માની શકાય. આવું કરવાની ક્રિયાને પીઆઇસીની કલમ 376 અને 511 હેઠળ સજા આપી શકાય નહીં. જો કે આવી ઘટનામાં આરોપી સામે કલમ 354 હેઠળ સ્ત્રીની નમ્રતાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી હુમલો કરવો તે અંગે સજા ફટકારી શકાય છે.
ADVERTISEMENT
ચુકાદો આપતી વખતે, જસ્ટિસ અનુપ કુમાર ધાંડે સિત્તુ વર્સેસ રાજસ્થાન સ્ટેટ કેસનો ઉલ્લેખ કર્યો હતો. સિત્તુ વર્સેસ રાજસ્થાન સ્ટેટ કેસમાં આરોપીએ બળજબરીપૂર્વક એક છોકરીના કપડા ઉતાર્યા (Sittu vs Rajasthan State case) અને તે બાદ છોકરીના વિરોધ છતાં તેની સાથે શારીરિક સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ કેસમાં આરોપી સામે બળાત્કાર કરવાનો પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી તેને સજા ફટકારવામાં આવી હતી. આ પહેલા પણ દામોદર બેહરા વર્સેસ ઓડિશા કેસમાં પણ સમાન ઘટના બની હતી.
દામોદર બેહરા વર્સેસ ઓડિશા કેસમાં (Sittu vs Rajasthan State case) આરોપીએ એક મહિલાની સાડી ઉતારી દીધી હતી, અને જ્યારે તે ચીસો પાડવા લાગી, ત્યારે આરોપી ભીડ જોઈને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે અદાલતે આ કેસમાં બળાત્કાર ન થયું હોવાનું કહી તેને આઇપીસીની કલમ 354 હેઠળ સ્ત્રીની નમ્રતાને ઠેસ પહોંચાડવાનો ગુનો ગણાવી આરોપીને સજા આપવામાં આવી, પરંતુ રાજસ્થાનના આ 33 વર્ષના કેસમાં તો આરોપીએ એક છ વર્ષની છોકરી સાથે છેડછાડ કરી હોવાની અમાનવી ઘટના બની હતી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવ માર્ચ 1991ના કેસમાં આરોપી સુવાલાલ 25 વર્ષનો હતો જ્યારે તેણે આ ગુનો કર્યો હતો. સુવાલાલે એક છ વર્ષની છોકરીના (Sittu vs Rajasthan State case) અને પોતાના બધા કપડા ઉતારી દીધા હતા અને જ્યારે છોકરીએ પોતાનો બચાવ કરવા ચીસો પાડી ત્યારે આરોપી પણ ત્યાંથી ભાગી ગયો હતો. રાજસ્થાનના ટાંક જિલ્લાના ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા સુવાલાલને બળાત્કાર કરવાનો પ્રયાસ કરવાના આરોપમાં દોષી ઠરાવવામાં આવ્યો હતો અને ટ્રાયલ દરમિયાન તેને અઢી મહિના સુધી જેલમાં પણ રાખવામાં આવ્યો હતો.

