Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > AAP નેતા સત્યેન્દ્ર જૈનને રાહત, કોર્ટે સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપ્યા

AAP નેતા સત્યેન્દ્ર જૈનને રાહત, કોર્ટે સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપ્યા

26 May, 2023 12:30 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આમ આદમી પાર્ટી(Aam Adami Party)ના નેતા અને દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra jain)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

Satyandar jain

Satyandar jain


આમ આદમી પાર્ટી(Aam Adami Party)ના નેતા અને દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ( satyendar  jain)ને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે AAP નેતા સત્યેન્દ્ર જૈનને તબીબી આધાર પર શરતો સાથે જામીન આપવામાં આવશે. સત્યેન્દ્ર જૈનને 10 જુલાઈના રોજ કોર્ટમાં હેલ્થ રિપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટે AAP નેતા સત્યેન્દ્ર જૈનને તબીબી આધાર પર શરતો સાથે 6 અઠવાડિયાના વચગાળાના જામીન આપ્યા છે. તેઓ પરવાનગી વિના દિલ્હીની બહાર જઈ શકતા નથી અને મીડિયાને કોઈ નિવેદન આપી શકતા નથી. સત્યેન્દ્ર જૈન છેલ્લા એક વર્ષથી જેલમાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા વર્ષે 30 મેના રોજ મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.



આ પણ વાંચો: Mumbai Crime: બોરીવલીમાં ચોરીની શંકામાં એક યુવકની ઢોર માર મારી હત્યા, 5ની ધરપકડ


અગાઉ, સત્યેન્દ્ર જૈન બુધવારે સવારે લગભગ 6 વાગ્યે સત્યેન્દ્ર જૈન CJ-7 હોસ્પિટલના MI રૂમના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા. સામાન્ય નબળાઈને કારણે તેને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. આ પછી ડોક્ટરોએ તેની તપાસ કરી. જ્યારે તેમની તબિયત વધુ બગડતાં તેમને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાંથી LNJP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમને આઈસીયુમાં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

અગાઉ 22 મેના રોજ પણ દિલ્હી પોલીસ મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. કરોડરજ્જુમાં સમસ્યાને કારણે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK