Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેટ એરવેઝના પુનઃસ્થાપનને મંજૂરી, 2019માં વેઠવું પડયું હતું ભારે નુકસાન

જેટ એરવેઝના પુનઃસ્થાપનને મંજૂરી, 2019માં વેઠવું પડયું હતું ભારે નુકસાન

22 June, 2021 05:59 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જેટ એરવેઝને 2019માં ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. ત્યાર બાદ તેના પુનઃસ્થાપન માટે મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી, જેને મંજૂરી મળી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ લંડન સ્થિત કૈલરૉક કેપિટલ અને યુએઈ સ્થિત ઉદ્યોગપતિ મુરારી લાલ જાલાનના કન્સોર્ટિયમ દ્વારા મોકલવામાં આવેલી જેટ એરવેઝ રિઝોલ્યુશન યોજનાને મંજૂરી આપી દીધી છે. 

સૂત્રો અનુસાર ઠરાવ યોજના અંતર્ગત એનસીએલટીએ દેવા-પીડિત જેટ એરવેઝને સ્લોટ ફાળવવા માટે નાગરિક ઉડ્ડયન નિયામક ( DGCA)અને ઉડ્ડયન મંત્રાલયને 90 દિવસનો સમય આપ્યો છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ આપવાની સમસ્યા હજી પણ સુલજી નથી. કૈલરૉક  જાલાનના કન્સોર્ટિયમમાં આગામી પાંચ વર્ષમાં બેંકો, નાણાકીય સંસ્થાઓ અને કર્મચારીઓને રૂપિયા 1200 કરોડ ચૂકવવાનું સૂચન કરાયું છે, તેમની 30 વિમાનો સાથે જેટ એરવેઝને સંપૂર્ણ સર્વિસ એરલાઇન તરીકે સ્થાપિત કરવાની યોજના છે.



નોંધનીય છે કે જેટ એરવેઝ જે એક સમયે 120 વિમાનોનો કાફલો ધરાવતો હતો અને સિંગાપોર, લંડન અને દુબઈ જેવા સ્થળોએ ડઝનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવતો હતો, તેને એપ્રિલ 2019 માં તેની બધી ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. હરીફ એરલાઇન્સની ફ્લાઇટની કિંમત ઓછી હોવાને કારણે તેને મોટું નુકસાન વેઠવું પડ્યું. ગ્રાઉન્ડિંગ કામગીરી વખતે આ વિમાની કંપનીએ નાણાકીય અને ઓપરેશનલ લેણદારોને 30,000 કરોડ ચૂકવવાના હતા.જેટ એરવેઝની ક્રેડિટર્સ (સીસી) ની કમિટી ઓક્ટોબર 2020માં યુકે સ્થિત કૈલરૉક કેપિટલ અને યુએઈ આધારિત કન્સોર્ટિયમ દ્વારા પ્રસ્તુત સમાધાનની દરખાસ્ત કરી હતી. ઉદ્યોગ સાહસિક મુરારી લાલ જાલાનની આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. એનસીએલટીએ જૂન 2019 માં જેટ એરવેઝ સામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના ધીરનારના કન્સોર્ટિયમ દ્વારા દાખલ ઇન્સોલ્વન્સી અરજીને સ્વીકારી હતી.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2021 05:59 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK