નૅશનલ ઇંગ્લિશ ઓનર સોસાયટી જાયન્ટ વેજિટેબલ કૉમ્પિટિશનમાં કોલોસલ કૅબેજ, મૉન્યુમેન્ટલ મેરોસ અને બરલી બીટરૂટ પણ અન્ય શાકભાજી સાથે જજિંગ માટે હતાં
Offbeat
ગેરેથ ગ્રિફિન
હેરોગેટ ઑટોમન ફ્લાવર શોમાં એક વ્યક્તિએ ગર્વ સાથે તેની રેકૉર્ડબ્રેકિંગ વિશાળ ડુંગળી બતાવી હતી, જે લગભગ ૯ કિલો વજનની છે. ગેરેથ ગ્રિફિન નૉર્થયોર્તશિપના રીપન નજીક હૉલ ઍન્ડ ગાર્ડનમાં લગભગ ૯ કિલોની વિશાળ ડુંગળી લઈને ગયો હતો. નૅશનલ ઇંગ્લિશ ઓનર સોસાયટી જાયન્ટ વેજિટેબલ કૉમ્પિટિશનમાં કોલોસલ કૅબેજ, મૉન્યુમેન્ટલ મેરોસ અને બરલી બીટરૂટ પણ અન્ય શાકભાજી સાથે જજિંગ માટે હતાં. પોલ પ્રાઉડની કોબી, સુગંધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ, ગાજર, બીટરૂટ અને કાકડી પોતપોતાની શ્રેણીમાં વિજયી બન્યાં હતાં.
ADVERTISEMENT
શાકભાજીની સ્પર્ધામાં ગાજરનું નિરીક્ષણ કરતા જજ
ક્રિસ પૅરિસ તેના વિશાળ કોળા માટે ઇનામ જીત્યો હતો, જેનું વજન ૧૦૨ કિલો હતું.
ક્રિસ પૅરિસ તેના ૧૦૨ કિલોના વિશાળ કોળા સાથે
હેરોગેટ ફ્લાવર શો વર્ષમાં બે વાર એપ્રિલ અને સપ્ટેમ્બરમાં યોજાય છે. આ ઑટોમન ફ્લાવર શોમાં ધ બ્લૂમ્સ ઑફ ડિસેપ્શન દર્શાવવામાં આવ્યું હતું, જે આગાથા ક્રિસ્ટીની વાર્તાઓથી પ્રેરિત ફ્લોરલ આર્ટનું પ્રદર્શન હતું. આ શો બ્રિટિશ લેખકના જન્મદિવસે યોજાય છે. આ શો આ વર્ષે ૧૫થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન યોજાઈ રહ્યો છે અને ૩૦,૦૦૦ જેટલા મુલાકાતીઓ હાજરી આપે એવી અપેક્ષા છે.