કર્ણાટકમાં ૨૪ કલાકમાં ૧૫૭.૯૪ કરોડ રૂપિયાનો દારૂ વેચાયો, સરકારને તોતિંગ મહેસૂલી આવક મળી
જીતની ખુશીનો કર્ણાટકમાં ઉજવણીનો એવો માહોલ
IPLની ફાઇનલમાં મંગળવારે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ટ્રોફી જીતી લીધી, આ જીતની ખુશીનો કર્ણાટકમાં ઉજવણીનો એવો માહોલ હતો કે દારૂની દુકાનો સામે લાંબી લાઇનો લાગી હતી અને લોકોએ દારૂ પીને જીતની ઉજવણી કરી હતી.
સત્તાવાર આંકડા જણાવે છે કે કર્ણાટકમાં માત્ર ૨૪ કલાકમાં ૧.૪૮ લાખ ક્રેટ બિયર વેચાયો હતો, જેનાથી ૩૦.૦૬ કરોડ રૂપિયાની આવક થઈ હતી. બીજી તરફ ૧.૨૮ લાખ ક્રેટ અન્ય દારૂ વેચાયો હતો, જેનાથી ૧૨૭.૮૮ કરોડ રૂપિયાની આવક થઈ હતી. કુલ આંકડો ૧૫૭.૯૪ કરોડ રૂપિયા થયો હતો. આમ રાજ્ય સરકારની શરાબના વેચાણમાંથી થતી મહેસૂલી આવકમાં એક દિવસમાં અણધાર્યો વધારો થયો હતો.

