દક્ષિણ હિંદ મહાસાગરમાં ખૂબ જ શક્તિશાળી ફેબિયન તોફાને દસ્તક દીધી છે. તે ઝડપથી દક્ષિણી હિંદ મહાસાગરના તટ તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે તટ સુધી પહોંચવામાં તેને લગભગ એક અઠવાડિયું લાગી શકે છે,
પ્રતીકાત્મક તસવીર
દક્ષિણ હિંદ મહાસાગરમાં (South Indian Ocean) ખૂબ જ શક્તિશાળી ફેબિયન તોફાને દસ્તક દીધી છે. તે ઝડપથી દક્ષિણી હિંદ મહાસાગરના તટ તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે તટ સુધી પહોંચવામાં તેને લગભગ એક અઠવાડિયું લાગી શકે છે, પણ આની અસરે બધાને પોતાનો કુપ્રભાવ બતાવવાનું શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ ખતરનાક ગતિથી આગળ વધી રહ્યું છે. તો મોચા તોફાન પણ તબાહી મચાવી રહ્યું છે.
મ્યાનમારના (Myanmar) તટ પર જોરદાર ટક્કર બાદ મોચા સોમવારે પશ્ચિમ બંગાળ અને મિઝોરમ રાજ્યો સુધી પહોંચ્યું. આથી તોફાન અને વાવાઝોડાની સાથે થયેલા વરસાદ થકી અનેક વૃક્ષ, ઘર અને છોડ ઉખડી ગયા છે. આ દરમિયાન કોલકાતા સહિત બંગાળના અનેક અન્ય જિલ્લામાં કુલ મળીને 9ના મોતના સમાચાર છે. તો મિઝોરમમાં લગભગ 250 ઘરોને ક્ષતિ પહોંચી છે. રાજ્યના દક્ષિણમાં બનાવવામાં આવેલા અનેક રેફ્યુજી કેમ્પ નષ્ટ પામ્યા છે. અધિકારીઓ પ્રમાણે રાજ્યના 40થી વધારે જિલ્લામાં લગભગ 6 હજાર લોકો આ તોફાનથી પ્રભાવિત થયા છે. એવામાં ફેબિયને આમની ચિંતાઓને હજી વધારે વધારી છે. બધાને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : Karnataka: મુખ્યમંત્રીની દોડમાં પાછળ પડેલા શિવકુમારને રાહુલ ગાંધીએ આપી આ ઑફર
ડઝનથી વધારે વૃક્ષ અને વાહનો આવ્યા આ તોફાનની ચપેટમાં
તોફાનને કારણે સોમવારે પશ્ચિમ બંગાળમાં ડઝનેક વૃક્ષો ધરાશાઈ થયા. આને કારણે કાર અને દ્વિચાકી વાહનો ચપેટમાં આવી ગયા. વાહનોના દબાણને કારણે કેટલાય લોકોના જીવ ગયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા. તોફાનને કારણે અનેક વિસ્તારોમાં વીજકાપ કરવામાં આવ્યો. કોલકાતાથી અનેક ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પણ તોફાનને કારણે રદ કરવી પડી. ઍરપૉર્ટ પર ઝડપી પવન ફૂંકાતો હતો. અનેક જગ્યાઓ પર ટ્રેનના પાટા પર ઝાડ પડતા ટ્રેનનું આવાગમન પણ ખોરવાયું હતું.

