Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રેલવેપ્રધાને અમૃત ભારત ટ્રેનની ઝલક આપી

રેલવેપ્રધાને અમૃત ભારત ટ્રેનની ઝલક આપી

Published : 28 December, 2023 09:54 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની આજકાલ ખૂબ ચર્ચા છે. હવે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત ટ્રેનનો અંદરનો વિડિયો શૅર કર્યો છે

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત ટ્રેનનો અંદરની શેર કરેલ તસવીર

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત ટ્રેનનો અંદરની શેર કરેલ તસવીર


નવી દિલ્હી : અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની આજકાલ ખૂબ ચર્ચા છે. હવે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે અમૃત ભારત ટ્રેનનો અંદરનો વિડિયો શૅર કર્યો છે, જે જોતાં એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે આ ટ્રેન કેટલી સુંદર છે અને એમાં ઘણી આધુનિક સુવિધા છે. તેમણે આ વિડિયો શૅર કરતાં ટ્રેનની વિશેષતા પણ જણાવી છે. તેમણે આ વિડિયો શૅર કરતાં લખ્યું કે ‘અમૃતકાળની અમૃત ભારત ટ્રેન. દરેક સીટ પાસે ચાર્જિંગ પૉઇન્ટ છે તેમ જ પાણીની બૉટલ રાખવા માટેની સુવિધા પણ છે. તેમણે આ ટ્રેનની વિશેષતાની વધારે વાત કરતાં કહ્યું કે આ ટ્રેનની ટૉઇલેટ ડિઝાઇન પણ એકદમ નવા જેવી છે. અમૃત ભારત ટ્રેનનો ટ્રાયલ રન પણ ઘણો સંતોષજનક અને ઉત્સાહ વધારનારો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 09:54 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK