લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે ૨૧-૨૨ એપ્રિલે અમેરિકા જશે અને બ્રાઉન યુનિવર્સિટીમાં ભાષણ આપશે
રાહુલ ગાંધી
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે ૨૧-૨૨ એપ્રિલે અમેરિકા જશે અને બ્રાઉન યુનિવર્સિટીમાં ભાષણ આપશે. એ દરમ્યાન તેઓ વિદ્યાર્થીઓ તેમ જ ફૅકલ્ટી સાથે ચર્ચા કરશે. જોકે એ પહેલાં રાહુલ ગાંધી NRI સમુદાયના સભ્યો તેમ જ ઇન્ડિયન ઓવરસીઝ કૉન્ગ્રેસ (IOC)ના પદાધિકારીઓ અને સભ્યોને મળશે. રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે ટેક્સસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે જોડાયેલા લોકોની મુલાકાત લીધી હતી તેમ જ તેમની સાથે વાતચીત કરી હતી. એ દરમ્યાન તેમણે અમુક ટેક્નિકલ એક્સપર્ટ સાથે પણ મુલાકાત કરી હતી અને ડૅલસ વિસ્તારના નેતાઓ સાથે ડિનર લીધું હતું. એ સિવાય વૉશિંગ્ટન ડીસીમાં થિન્ક ટૅન્ક, નૅશનલ પ્રેસ ક્લબ અને અન્ય લોકો સાથે પણ વાતચીત કરી હતી.


