Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પંજાબ પોલીસે કૉંગ્રેસ વિધેયક સુખપાલ સિંહની કરી ધરપકડ, ડ્રગ્સની દાણચોરીનો આરોપ

પંજાબ પોલીસે કૉંગ્રેસ વિધેયક સુખપાલ સિંહની કરી ધરપકડ, ડ્રગ્સની દાણચોરીનો આરોપ

28 September, 2023 10:50 AM IST | Punjab
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Punjab Police Arrests Congress Leader: સુખપાલ સિંહ ખૈરા અને પોલીસ વચ્ચે અનેક મિનિટો સુધી વિવાદ થયો. ત્યાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને જલાલાબાદ લઈ ગઈ છે. સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે સુપ્રીમ કૉર્ટે પહેલા જ એનડીપીએસ કેસ રદ કરી દીધો છે.

ધરપકડની પ્રતીકાત્મક તસવીર

ધરપકડની પ્રતીકાત્મક તસવીર


Punjab Police Arrests Congress Leader: સુખપાલ સિંહ ખૈરા અને પોલીસ વચ્ચે અનેક મિનિટો સુધી વિવાદ થયો. ત્યાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે અને જલાલાબાદ લઈ ગઈ છે. સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે સુપ્રીમ કૉર્ટે પહેલા જ એનડીપીએસ કેસ રદ કરી દીધો છે.

પંજાબ કૉંગ્રેસના નેતા અને વિધેયક સુખપાલ સિંહ ખૈરાની ગુરુવારે ચંદીગઢમાં તેમના સેક્ટર પાંચ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે પંજાબ પોલીસે અત્યાર સુધી ધરપકડ પર કોઈ નિવેદન જાહેર નથી કર્યું. ધરપકડ દરમિયાન ખૈરા ફેસબુક પર લાઈવ થયા. આ દરમિયાન તે પોલીસ કર્મચારીઓ સામે દલીલો કરતા જોવા મળી રહ્યા છે. લાઈવ વીડિયોમાં ડીએસપી અચરૂ રામ શર્મા દ્વારા ખૈરાને એ કહેતા સાંભળવા અને જોવા મળે છે કે એનડીપીએસ કેસમાં એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. તમારા વિરુદ્ધ ડ્રગ્સ દાણચોરીના પુરાવા મળ્યા છે. 



એસપી મનપ્રીત સિંહના નેતૃત્વમાં ખૈરા અને પોલીસ વચ્ચે ઘણી મિનિટો સુધી દલીલ થઈ હતી. આ પછી પોલીસ તેની ધરપકડ કરીને જલાલાબાદ લઈ ગઈ. ખૈરાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે NDPS કેસને પહેલા જ રદ કરી દીધો છે.


Punjab Police Arrests Congress Leader: પોલીસ વેનમાં ચડતા પહેલા સુખપાલ સિંહ ખૈરાના ચહેરા પર સ્માઈલ છે. તો, શિરોમણી અકાળી દળે આ ધરપકડની નિંદા કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, "રાજનૈતિક મતભેદોને એક તરફ રાખવા જોઈએ. શિરોમણિ અકાળી દળે અમૃતસર ભોલાથના વિધેયક અને ભગવંત માન અને આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી પંજાબ સરકારના કટ્ટર ટીકાકાર સન્માનિત સુખપાલ સિંહ ખૈરા વિરુદ્ધ ષડયંત્ર અને રાજનૈતિક વેર વાળવા માટે થયેલ ધરપકડની નિંદા કરે છે."


પંજાબમાં જંગલરાજ: કૉંગ્રેસ વિધેયક ખૈરા
ખૈરાએ કહ્યું કે પંજાબમાં જંગલરાજ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રી માન વેર વાળવાની ભાવનાથી કામ કરી રહ્યા છે. મારી પાછળ બધા મારા દીકરાના સંપર્કમાં રહ્યા. બધાને મારી અપીલ છે કે મારી ચિંતા ન કરતાં. આરામથી લડીશ. મારામાં તાકાત છે. પણ તમે આમની કરતૂત જોઈ લો, જૂના ખોટાં કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે. જેમાં મને સુપ્રીમ કૉર્ટમાંથી રાહત મળી ચૂકી છે. તો, ખૈરાના દીકરાએ પોલીસ કર્મચારીઓને પૂછ્યું કે પાપાને ક્યાં લઈ જઈ રહ્યા છો. આના જવાબામાં પોલીસે કહ્યું કે જલાલાબાદ લઈ જઈ રહ્યા છીએ. દીકરાએ કહ્યું કે પાપા તમે ચાલો હું આવું છું.

જૂના એનડીપીએસ એક્ટ હેઠળ પાડ્યા દરોડા
પોલીસનું કહેવું છે કે સુખપાલ સિંહ ખૈરા વિરુદ્ધ એક જૂનો એનડીપીએસ એક્ટ હેઠળ કેસ દાખલ છે, જે સંબંધે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તેમને જલાલાબાદ લાવીને કૉર્ટમાં રજૂ કરવામાં આવશે. તો સુખપાલ સિંહનો દીકરો આને લઈને લાઈવ આવ્યો, જેમાં તે પોલીસને કયા કેસમાં ધરપકડ કરવા અને અરેસ્ટ વૉરન્ટ બતાવવાની વાત કહેતો જોવા મળી રહ્યો છે. જો કે, ઘણો સમય વાતો થયા બાદ પોલીસે સુખપાલ સિંહની ધરપકડ કરી લીધી છે. આ દરમિયાન સુખપાલ સિંહ ખૈરાએ કહ્યું કે તે પંજાબ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે, જેને કારણે સરકાર વેર વાળવાની નીતિ અપનાવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2023 10:50 AM IST | Punjab | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK