અભ્યાસનું તારણ કહે છે કે દરેક સૅમ્પલમાંથી ૦.૧ મિલીમીટરથી લઈને પાંચ મિલીમીટર સુધીનાં પ્લાસ્ટિકનાં ફાઇબર, કણો કે અવશેષો જોવા મળ્યા હતા.
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
ટૉક્સિક્સ લિન્ક નામના એન્વાયર્નમેન્ટ રિસર્ચ ઑર્ગેનાઇઝેશને મંગળવારે બહાર પાડેલા અભ્યાસનાં તારણો મુજબ ભારતની તમામ સૉલ્ટ અને શુગરની બ્રૅન્ડ્સમાં માઇક્રોપ્લાસ્ટિક્સ હોવાનું નોંધાયું છે. આ બ્રૅન્ડ્સ મોટી હોય કે નાની, પૅકેજ્ડ હોય કે અનપૅકેજ્ડ તમામ નમક-ખાંડની બ્રૅન્ડ્સમાં વધતેઓછે અંશે માઇક્રોપ્લાસ્ટિક્સ છે. આ સંસ્થાએ ઑનલાઇન અને લોકલ માર્કેટમાંથી રૉ સૉલ્ટ, આયોડાઇઝ્ડ સૉલ્ટ, રૉક સૉલ્ટ, સી સૉલ્ટ, પિન્ક સૉલ્ટ એમ ૧૦ ટાઇપનાં સૉલ્ટ અને પાંચ પ્રકારની શુગરનાં વિવિધ સૅમ્પલ્સ ખરીદ્યાં હતાં. અભ્યાસનું તારણ કહે છે કે દરેક સૅમ્પલમાંથી ૦.૧ મિલીમીટરથી લઈને પાંચ મિલીમીટર સુધીનાં પ્લાસ્ટિકનાં ફાઇબર, કણો કે અવશેષો જોવા મળ્યા હતા. આયોડાઇઝ્ડ સૉલ્ટમાં સૌથી વધુ માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યું હતું.