આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઊતરશે
પ્રશાંત કિશોર
ભૂતપૂર્વ ચૂંટણી-રણનીતિકાર પ્રશાંત કિશોરે ગઈ કાલે જણાવ્યું હતું કે તેમનું જન સુરાજ અભિયાન બીજી ઑક્ટોબરે ગાંધીજયંતીના દિવસથી રાજકીય પાર્ટી બનશે અને આવતા વર્ષે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઊતરશે. તેમના આ અભિયાનમાં ભૂતપૂર્વ સમાજવાદી નેતા ભારતરત્ન કર્પૂરી ઠાકુરની પ્રપૌત્રી જાગૃતિ ઠાકુર, બે ભૂતપૂર્વ વિધાનસભ્યો મોનઝીર હસન અને રામબલી સિંહ ચંદ્રવંશી અને ભૂતપૂર્વ પોલીસ-અધિકારી આનંદ મિશ્રા જોડાયાં છે.
૨૦૧૪માં પ્રશાંત કિશોરે નરેન્દ્ર મોદીનું ચૂંટણીપ્રચાર અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. ૨૦૧૫માં નીતીશકુમારે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તેમની સેવા લીધી હતી અને સત્તા મેળવી હતી. પશ્ચિમ બંગાળમાં તેમણે મમતા બૅનરજીને અને તામિલનાડુમાં એમ. સ્ટૅલિનને પણ ચૂંટણીમાં જીત મેળવવામાં મદદ કરી હતી.

