પીએમ સિવાય કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ સરમા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

શિલૉન્ગમાં ગઈ કાલે શપથગ્રહણ સમારોહ દરમ્યાન મેઘાલયના સીએમ કૉનરાડ સંગમા સાથે પીએમ નરેન્દ્ર મોદી (ડાબે). કોહિમામાં ગઈ કાલે શપથગ્રહણ સમારોહમાં નાગાલૅન્ડના મુખ્ય પ્રધાન નેઇફિયુ રિયો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
શિલૉન્ગઃ નૅશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા નેઇફિયુ રિયો અને નૅશનલ પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ કૉનરાડ સંગમાએ ગઈ કાલે અનુક્રમે નાગાલૅન્ડ અને મેઘાલયના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. રિયો પાંચમી મુદત માટે નાગાલૅન્ડના સીએમ બન્યા છે, જ્યારે સંગમા સળંગ બીજી મુદત માટે મેઘાલયના સીએમ બન્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બન્નેના શપથગ્રહણ-સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ સિવાય કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ સરમા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.