Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Parliament Security Breach: સુરક્ષામાં ખામીને લઈને સંસદમાં ભારે હંગામો, 15 વિપક્ષી સાંસદોને કરાયા સસ્પેન્ડ

Parliament Security Breach: સુરક્ષામાં ખામીને લઈને સંસદમાં ભારે હંગામો, 15 વિપક્ષી સાંસદોને કરાયા સસ્પેન્ડ

Published : 14 December, 2023 04:07 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસ (Congress)ના જે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ (Parliament Security Breach) કરવામાં આવ્યા છે, તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે

તસવીર: પીટીઆઈ

તસવીર: પીટીઆઈ


સંસદની સુરક્ષા (Parliament Security Breach)માં ક્ષતિના મામલામાં વિપક્ષી સાંસદો ગૃહપ્રધાન અને આરોપીઓનું નિવેદન આપનાર બીજેપી સાંસદ સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 15 વિપક્ષી સાંસદોને હંગામો કરવા અને ખુરશીનું અપમાન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલાં TMC સાંસદ ડેરેક ઓ બ્રાયનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

કૉંગ્રેસ (Congress)ના જે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ (Parliament Security Breach) કરવામાં આવ્યા છે, તેમાં ટીએન પ્રથાપન, હિબી એડન, એસ જોતિમણી, રામ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસનો સમાવેશ થાય છે. આ સાંસદોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી (MP Prahlad Joshi) દ્વારા લાવવામાં આવ્યો હતો, જેને સ્પીકરની ખુરશી પર બેઠેલા ભર્તૃહરિ મહતાબ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વિપક્ષના સાંસદો સતત સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.



આ સિવાય તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે TMCએ કહ્યું કે, જવાબદારીમાંથી બચવું એ ભાજપની સૌથી મજબૂત બાજુ છે.”


આ છે I.N.D.I.A ગઠબંધનની માગ

સંસદ (Parliament Security Breach)માં આ ઘટનાને લઈને ગુરુવારે I.N.D.I.A. ગઠબંધનના પક્ષોની એક બેઠક પણ યોજાઈ હતી, જેમાં તેમણે માગ કરી હતી કે, ગઈકાલે સંસદમાં થયેલી અત્યંત ગંભીર અને ખતરનાક સુરક્ષા ક્ષતિ અંગે ગૃહપ્રધાને બંને ગૃહોમાં વિગતવાર નિવેદન આપવું જોઈએ અને પછી તેના પર ચર્ચા થવી જોઈએ. ઘૂસણખોરોને વિઝિટર પાસ આપનાર બીજેપી સાંસદ પ્રતાપ સિમ્હા સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકાર દ્વારા આ સંપૂર્ણ કાયદેસર અને વ્યાજબી માગણીઓ સ્વીકારવાનો ઇનકાર કરવાને કારણે આજે સવારે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.

22 વર્ષે સંસદમાં હુમલાનો પ્રયાસ

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. બુધવારે એટલે કે 13મી ડિસેમ્બરે સંસદ પર થયેલા ઘાતકી આતંકવાદી હુમલાની વરસી છે. 2001 માં, 13 ડિસેમ્બરની સવારે દેશની લોકશાહીના ઉંબરે આતંકનો ઘેરો પડછાયો પહોંચી ગયો હતો. આ હુમલામાં છ દિલ્હી પોલીસ કર્મચારીઓ, બે સંસદ સુરક્ષા કર્મચારીઓ અને એક માળી માર્યા ગયા હતા. આજે તમામ સાંસદો વતી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. લોકસભામાં જ્યારે કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ વિઝિટર ગેલેરીમાંથી ગૃહમાં પ્રવેશ્યો હતો. આ અંગે ગૃહમાં ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી.

આ ઘટના આજે એટલે કે બુધવારે બપોરે 1.01 કલાકે બની હતી. પ્રિસાઇડિંગ ઓફિસર રાજેન્દ્ર અગ્રવાલ લોકસભામાં ઝીરો અવરની કાર્યવાહી ચલાવી રહ્યા હતા. માલદા ઉત્તરના બીજેપી સાંસદ ખગેન મુર્મુ પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. ત્યારબાદ પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિ સંસદમાં કાર્યવાહી દરમિયાન વચ્ચે કૂદી પડ્યા હતાં.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2023 04:07 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK