Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનનો પર્દાફાશ: કેરળના દરિયાકાંઠેથી નેવીએ પકડ્યું 12,000 કરોડનું ડ્રગ્સ

પાકિસ્તાનનો પર્દાફાશ: કેરળના દરિયાકાંઠેથી નેવીએ પકડ્યું 12,000 કરોડનું ડ્રગ્સ

14 May, 2023 09:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવીએ સંયુક્ત ઓપરેશનમાં કેરળના દરિયાકાંઠેથી 12000 કરોડ રૂપિયાની કિંમતનો 2500 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પાકિસ્તાન (Pakistan) તેના નાપાક મનસૂબાથી બહાર આવતું નથી. ભારતને અસ્થિર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નેવીએ સંયુક્ત ઓપરેશનમાં કેરળના દરિયાકાંઠેથી 12000 કરોડ રૂપિયાની કિંમતનો 2500 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યો છે. આ કેસમાં એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. એન્ટી નાર્કોટિક્સ એજન્સીએ શનિવારે આ વાત કહી હતી. NCBએ કહ્યું કે દેશમાં મેથામ્ફેટામાઇન જપ્ત કરવાની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.

એનસીબીએ જણાવ્યું કે આ કેસમાં એક પાકિસ્તાની નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં, NCB અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઓપરેશન સમુદ્રગુપ્ત હેઠળ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનમાંથી દાણચોરી કરવામાં આવતા માદક દ્રવ્યોને જપ્ત કરવાનો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષમાં NCB દ્વારા સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનું આ ત્રીજું મોટું ઓપરેશન છે.



એજન્સીએ દાવો કર્યો હતો કે ડ્રગ્સનું લેટેસ્ટ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી ભારત, શ્રીલંકા અને માલદીવ મોકલવાનું હતું. એજન્સીએ માહિતી આપી હતી કે માદક દ્રવ્યોનો જથ્થો મધ દરિયે પકડવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: CBIને મળ્યા નવા ડિરેક્ટર: હવે કર્ણાટકના આ IPS અધિકારીને સોંપાઈ એજન્સીની કમાન

એનસીબીએ જણાવ્યું હતું કે મેથામ્ફેટામાઇનની 134 બેગ, પાકિસ્તાની નાગરિકો, વપરાયેલી બોટ અને અન્ય વસ્તુઓ મટ્ટનચેરી વ્હાર્ફ પોર્ટ પર લઈ જવામાં આવી હતી, જેને નૌકાદળને સોંપવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2023 09:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK