ભારતીયોએ અમેરિકા, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, આઇસલૅન્ડ વગેરે સહિત લગભગ ૧૩૫ દેશોમાં સ્થળાંતર કરવા માટે નાગરિકતા છોડી દીધી હતી.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિદેશ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે ૨૦૧૯થી ૨૦૨૪ દરમ્યાન ૧૦,૪૦,૮૬૦ ભારતીયોએ વિદેશની નાગરિકતા મેળવવા માટે સ્વેચ્છાએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. ૨૦૨૪માં જ ૨,૦૬,૩૭૮ લોકોએ ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. ભારતીયોએ અમેરિકા, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, જર્મની, બ્રાઝિલ, આઇસલૅન્ડ વગેરે સહિત લગભગ ૧૩૫ દેશોમાં સ્થળાંતર કરવા માટે નાગરિકતા છોડી દીધી હતી.
શું ભારત સરકાર એ હકીકતથી વાકેફ છે કે ૨૦૧૯થી ભારતીય નાગરિકતા છોડી દેનારા ભારતીયોની સંખ્યા વધી રહી છે એવા પ્રશ્નના જવાબમાં મૉન્સૂન સત્ર ૨૦૨૫માં વિદેશ મંત્રાલયે ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
૨૦૧૯માં ૧,૪૪,૦૧૭; ૨૦૨૦માં ૮૫,૨૫૬; ૨૦૨૧માં ૧,૬૩,૩૭૦; ૨૦૨૨માં ૨,૨૫,૬૨૦; ૨૦૨૩માં ૨,૧૬,૨૧૯ અને ૨૦૨૪માં ૨,૦૬,૩૭૮ ભારતીયોએ તેમની નાગરિકતા છોડી હતી. ૨૦૨૨ બાદ નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા બે લાખથી વધારે જ રહી છે.
વિદેશ મંત્રાલય દ્વારા અગાઉ શૅર કરાયેલા ડેટા અનુસાર ૨૦૧૧થી જૂન ૨૦૨૩ વચ્ચે ૧૦,૭૫,૦૦૦ ભારતીયોએ સ્વેચ્છાએ તેમના પાસપોર્ટનો ત્યાગ કર્યો હતો.
ભારતીયો ઍન્ટિગા અને બાર્બુડા, આઇસલૅન્ડ અને વૅટિકન જેવા દેશોમાં પણ સ્થાયી થઈ રહ્યા છે. ભારતમાં હાલમાં ડ્યુઅલ સિટિઝનશિપને મંજૂરી આપતી નીતિ નથી.
વિદેશ મંત્રાલયના આંકડા જણાવે છે કે મજૂરો, વ્યાવસાયિકો અને નિષ્ણાતો સહિત આશરે ૧.૩૦ કરોડ ભારતીય નાગરિકો હાલમાં વિદેશમાં રહે છે.
|
ભારતીય નાગરિકતા છોડનારા નાગરિકો |
|
|
વર્ષ |
સંખ્યા |
|
૨૦૧૯ |
૧,૪૪,૦૧૭ |
|
૨૦૨૦ |
૮૫,૨૫૬ |
|
૨૦૨૧ |
૧,૬૩,૩૭૦ |
|
૨૦૨૨ |
૨,૨૫,૬૨૦ |
|
૨૦૨૩ |
૨,૧૬,૨૧૯ |
|
૨૦૨૪ |
૨,૦૬,૩૭૮ |
દેશ છોડનારા કરોડપતિઓની સંખ્યા ઘટી રહી છે
હેન્લી પ્રાઇવેટ વેલ્થ માઇગ્રેશન રિપોર્ટ 2025 મુજબ ૨૦૨૫માં ૩૫૦૦ ભારતીય કરોડપતિઓ વિદેશમાં સ્થાયી થવાની ધારણા છે. ૨૦૨૩માં ૫૧૦૦ ભારતીય કરોડપતિઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થયા હતા. ૨૦૨૪નો આ આંકડો ૪૩૦૦ આવવાની ધારણા છે. આમ વિદેશમાં સ્થાયી થવા માગતા ભારતીય કરોડપતિઓમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.


