ગઈ કાલે એનટીપીસીના પ્રોજેક્ટની વિરુદ્ધ રૅલીમાં ભાગ લેતા સ્થાનિક લોકો

અસ્તિત્વ ટકાવવાની જંગમાં વિરોધ
અસ્તિત્વ ટકાવવાની જંગમાં વિરોધ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ ટાઉનમાં ગઈ કાલે એનટીપીસીના પ્રોજેક્ટની વિરુદ્ધ રૅલીમાં ભાગ લેતા સ્થાનિક લોકો.
ગો ફર્સ્ટને દસ લાખનો દંડ ફટકારાયો
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ ડીજીસીએ (ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન)એ ગો ફર્સ્ટને સ્ટાફ મેમ્બર્સ વચ્ચે યોગ્ય કમ્યુનિકેશનનો અભાવ સહિત જુદી-જુદી ખામી બદલ ગઈ કાલે દસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. નવમી જાન્યુઆરીએ બૅન્ગલોર ઍરપોર્ટ પર બનેલી એક ઘટના બદલ આ દંડ કરવામાં આવ્યો હતો કે જેમાં પંચાવન પૅસેન્જર્સને છોડીને જ આ ઍરલાઇનના પ્લેને ઉડાન ભરી હતી. આ પૅસેન્જર્સે સોશ્યલ મીડિયા પર ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. ડીજીસીએ દ્વારા કોઈ ઍરલાઇનને દંડ કરવામાં આવ્યો હોય એવી આઠ દિવસમાં આ ત્રીજી ઘટના છે.
આ પહેલાં ૨૦ અને ૨૪ જાન્યુઆરીએ પણ ડીજીસીએએ ગયા વર્ષે બે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સમાં પૅસેન્જર્સના અયોગ્ય વર્તાવની ઘટનાઓના રિપોર્ટિંગમાં ખામી બદલ ઍર ઇન્ડિયાને દંડ ફટકાર્યો હતો.
દક્ષિણ આફ્રિકાથી ૧૨ ચિત્તા આવતા મહિને ભારતમાં લવાય એવી શક્યતા
ભોપાલ ઃ મહિનાઓના વિલંબ બાદ દક્ષિણ આફ્રિકાથી ૧૨ ચિત્તાને આખરે આવતા મહિને ભારતમાં લાવવામાં આવે એવી શક્યતા છે. મધ્ય પ્રદેશમાં કુનો નૅશનલ પાર્ક જ આ ચિત્તાઓનું પણ ઘર બનશે. આ પહેલાં ગયા વર્ષે એક પ્રોજેક્ટ હેઠળ નામિબિયાથી આઠ ચિત્તાને લાવવામાં આવ્યા હતા.
લખીમપુર ખીરી કેસનો આરોપી આશિષ જેલમાંથી મુક્ત
લખીમપુર ખીરી (એ.પી.)ઃ કેન્દ્રીય પ્રધાન અજયકુમાર મિશ્રાના દીકરા આશિષ મિશ્રાને ગઈ કાલે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે લખીમપુર ખીરી હિંસા કેસમાં તેના વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. આશિષ પર લખીમપુર ખીરીમાં પોતાની જીપ વડે કેન્દ્ર સરકારની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને કચડીને મારી નાખવાનો આરોપ છે.