Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ગલોરના રસ્તા પર દોડી ૧૪ લાખની સાઇકલ કાર

બૅન્ગલોરના રસ્તા પર દોડી ૧૪ લાખની સાઇકલ કાર

25 January, 2023 12:16 PM IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલોમોબાઇલ તરીકે જાણીતું યુરોપનું આ વાહન અગાઉ એપ્રિલ ૨૦૨૨માં ભારતની આઇટી રાજધાનીમાં દેખાયું હતું.

બૅન્ગલોરના એક યુવકે જેપી નગરમાં જોવા મળેલી ત્રણ પૈડાંની એક સાઇકલ કારનો વિડિયો શૅર કર્યો હતો

Offbeat News

બૅન્ગલોરના એક યુવકે જેપી નગરમાં જોવા મળેલી ત્રણ પૈડાંની એક સાઇકલ કારનો વિડિયો શૅર કર્યો હતો


બૅન્ગલોરના એક યુવકે જેપી નગરમાં જોવા મળેલી ત્રણ પૈડાંની એક સાઇકલ કારનો વિડિયો શૅર કર્યો હતો. જોકે લોકોને આ વિડિયો બહુ ગમ્યો નહોતો. બૅન્ગલોરમાં નવી-નવી ટેક્નૉલૉજીથી કોઈ આશ્ચર્યચકિત થતું નથી. ત્રણ પૈડાંની સાઇકલ કાર બૅન્ગલોરના રોડ પર ટ્રાફિક વચ્ચે પોતાનો રસ્તો કાઢી રહી હતી. નવીનતાને કારણે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાતું હતું.



વેલોમોબાઇલ તરીકે જાણીતું યુરોપનું આ વાહન અગાઉ એપ્રિલ ૨૦૨૨માં ભારતની આઇટી રાજધાનીમાં દેખાયું હતું. શહેરના રસ્તા પર એટલા બધા ખાડા છે જેને જોતાં નેધરલૅન્ડ્સમાં નિર્મિત આ વાહનને અહીં સંભાળીને ચલાવવું પડે. આ સાઇકલ કાર ફણીસ નાગરાજાની છે. તેણે ૨૦૧૯માં પૅરિસની એક ઇવેન્ટમાં આ સાઇકલ જોઈ હતી. જોકે હવે તેને બૅન્ગલોરના રસ્તા પર આ સાઇકલ કાર ચલાવવાની ફાવટ આવી ગઈ છે. રોમાનિયન કંપની વેલોમોબાઇલ વર્લ્ડ દ્વારા એનું નિર્માણ કરવામાં આવે છે. સાઇકલને સપાટ રસ્તા પર પ્રતિ કલાક ૩૦થી ૫૦ કિલોમીટરની ઝડપે ચલાવી શકાય છે. ભારતમાં આ સાઇકલ કાર કસ્ટમ ડ્યુટી સાથે ૧૪ લાખ રૂપિયામાં પડે છે. એને ભારતમાં મગાવવાનો ખર્ચ દોઢ લાખ રૂપિયા થાય છે.  


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 12:16 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK