આમાં મોટા બોલ્ડ અક્ષરોમાં OPERATION SINDOOR લખવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે SINDOOR શબ્દમાં એક ‘O’ને લાલ સિંદૂરથી ભરેલી વાટકીના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે
લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિંદર સિંહ
પહલગામમાં આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે ઑપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ઑપરેશન સિંદૂરના કમાન્ડ સેન્ટરમાંથી જાહેર કરવામાં આવેલી તસવીરોમાંથી ખુલાસો થયો છે કે આ ઑપરેશન માટેના લોગોની ડિઝાઇન લેફ્ટનન્ટ કર્નલ હર્ષ ગુપ્તા અને હવાલદાર સુરિંદર સિંહે તૈયાર કરી હતી.

ADVERTISEMENT
આમાં મોટા બોલ્ડ અક્ષરોમાં OPERATION SINDOOR લખવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે SINDOOR શબ્દમાં એક ‘O’ને લાલ સિંદૂરથી ભરેલી વાટકીના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે અને એમાંથી થોડું સિંદૂર છલકાયું હોય એવું દેખાય છે. બીજા ‘O’ પાસે આ સિંદૂર જાણે લોહીના ડાઘરૂપે દેખાય છે.


