Paytmએ હવે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર સાથે UPI વાપરવાની સુવિધા પણ શરૂ કરી છે. પાત્ર NRIs તેમના વિદેશી મોબાઈલ નંબર દ્વારા Paytm UPI નો ઉપયોગ કરી શકે છે, શરત એ છે કે તે વિદેશી નંબર તેમના NRE અથવા NRO બૅન્ક ખાતા સાથે જોડાયેલો હોવો જોઈએ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવરાત્રિ દરમિયાન ભારત અને ખાસ કરીને ગુજરાતની મુલાકાત લેતા વિદેશમાં રહેતા ભારતીયો (NRIs) માટે UPI દ્વારા ચૂકવણી કરવી અત્યંત સરળ બની ગયું છે. અગાઉ, આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા NRIs માટે ભારતમાં આવ્યા પછી UPI સૅટઅપ કરવું મુશ્કેલ હતું, કારણ કે આ પ્રક્રિયા માટે ભારતીય સિમ કાર્ડ અથવા સ્થાનિક નંબરની જરૂર પડતી હતી.
ભારતીય સિમ કાર્ડ વિના UPI દ્વારા ચૂકવણીની સુવિધા
ADVERTISEMENT
Paytmએ હવે આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબર સાથે UPI વાપરવાની સુવિધા પણ શરૂ કરી છે. પાત્ર NRIs તેમના વિદેશી મોબાઈલ નંબર દ્વારા Paytm UPI નો ઉપયોગ કરી શકે છે, શરત એ છે કે તે વિદેશી નંબર તેમના NRE અથવા NRO બૅન્ક ખાતા સાથે જોડાયેલો હોવો જોઈએ. આનો અર્થ એ છે કે દુબઈ, લંડન, ન્યૂયૉર્ક કે ટૉરોન્ટો જેવા શહેરોમાંથી આવતા પ્રવાસીઓ અલગ ભારતીય સિમ કાર્ડ ખરીદ્યા વિના સીધા તેમના બૅન્ક ખાતામાંથી UPI દ્વારા ચૂકવણી કરી શકે છે.
NPCI દ્વારા આ દેશોમાં સુવિધાનો વિસ્તાર
આ સુવિધા નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના આંતરરાષ્ટ્રીય નંબર-આધારિત UPI માળખા હેઠળ શરૂ કરવામાં આવી છે. હાલમાં, તે UAE, UK, USA, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, સિંગાપોર, હૉન્ગકૉન્ગ, કતાર, ઓમાન, સાઉદી અરેબિયા, ફ્રાન્સ અને મલેશિયા સહિતના પસંદગીના દેશોમાં રહેતા ભારતીયો માટે ઉપલબ્ધ છે.
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન સુવિધા
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર જેવા મુખ્ય શહેરોમાં ખરીદી, ખાણી-પીણી, પરિવહન અને ગરબા પાસ માટે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ખૂબ વધી જાય છે. આ સંદર્ભમાં, આંતરરાષ્ટ્રીય નંબર માટે UPI ની સુવિધા વિદેશથી આવતા મુલાકાતીઓ માટે સ્થાનિક વ્યવહારોને નોંધપાત્ર રીતે સરળ બનાવશે.
સરળ `સ્કૅન એન્ડ પે` (Scan and Pay) પ્રક્રિયા
આ સુવિધા હેઠળ, પાત્ર યુઝર્સ કોઈપણ વેપારીના QR કોડને સ્કૅન કરીને ચૂકવણી કરી શકે છે. આ ઉપરાંત, તેઓ સીધા UPI ID અથવા UPI સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર પૈસા ટ્રાન્સફર કરી શકે છે. સમર્થિત ભારતીય એપ્લિકેશન્સ અને વેબસાઇટ્સ પર પણ ઓનલાઇન ચૂકવણી કરી શકાય છે. નવરાત્રિના તહેવાર દરમિયાન થોડા દિવસો કે અઠવાડિયા માટે ભારતની મુલાકાત લેતા NRIs માટે આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે.
૨,૦૦૦થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર વચગાળાનો સ્ટે આપવાનો SCનો ઇનકાર, કેન્દ્ર સરકાર પાસે માaગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સોમવારે રુપિયા ૨,૦૦૦થી વધુના ચોક્કસ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (Unified Payments Interface) પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન્સ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે (રોક) આપવાનો ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી પ્રસ્તાવિત MDR માળખું ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬થી અમલમાં આવવાનો માર્ગ યથાવત રહ્યો છે. જસ્ટિસઓની ખંડપીઠે એડવોકેટ અંજન દત્ત દ્વારા નવી યુપીઆઈ (UPI) ફી સિસ્ટમને પડકારતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી (UPI MDR Charges) હતી. અમલીકરણ પર રોક લગાવવાનો ઇનકાર કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India - RBI) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (National Payments Corporation of India- NPCI)ને નોટિસ પાઠવીને ચાર અઠવાડિયામાં તેમના જવાબ (એફિડેવિટ) રજૂ કરવા આદેશ આપ્યો છે.
