જો કોઈ ટૂરિસ્ટ ૩૦ દિવસ પછી ફરી પાછી રાજ્યમાં દાખલ થશે તો ફરી ૫૦ રૂપિયા ચાર્જ કરવામાં આવશે.
ફાઇલ તસવીર
સિક્કિમની સરકારે તાજેતરમાં ફરવા આવનારા સહેલાણીઓ પર વ્યક્તિદીઠ એન્ટ્રી-ફી લેવાનું નક્કી કર્યું છે. રાજ્યની સુવિધાઓને સુધારવા અને સહેલાણીઓને સારી સેવાઓ પૂરી પાડવા માટેનું ભંડોળ એકત્ર કરવા માટે સિક્કિમ સરકારે ૫૦ રૂપિયા એન્ટ્રી-ફી લેવાનું નક્કી કર્યું છે. આ નિયમ માર્ચ મહિનાથી જ અમલી બની જશે.
સિક્કિમ રજિસ્ટ્રેશન ઑફ ટૂરિસ્ટ ટ્રેડ રૂલ્સ ૨૦૨૫ અંતર્ગત ૫૦ રૂપિયાની એન્ટ્રી-ફી હોટેલમાં ચેક-ઇન કરતી વખતે વસૂલ કરવામાં આવશે. પાંચ વર્ષથી મોટી ઉંમરના તમામ સહેલાણીઓ તેમ જ ઑફિશ્યલ ગવર્નમેન્ટ વર્ક માટે આવનારા લોકો માટે પણ આ ફી લાગુ પડશે. એક વારની આ ફી ભરીને વ્યક્તિ ૩૦ દિવસ સુધી રહી શકશે. જો કોઈ ટૂરિસ્ટ ૩૦ દિવસ પછી ફરી પાછી રાજ્યમાં દાખલ થશે તો ફરી ૫૦ રૂપિયા ચાર્જ કરવામાં આવશે.

