Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘરના સભ્યની સંમતિથી થશે આધાર કાર્ડમાં ફેરફાર

ઘરના સભ્યની સંમતિથી થશે આધાર કાર્ડમાં ફેરફાર

Published : 04 January, 2023 02:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરના વડા સભ્યએ ઓટીપી દ્વારા એને માન્યતા આપવી પડે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો કોઈ વ્યક્તિ આધાર કાર્ડમાં પોતાનું સરનામું અપડેટ કરાવવા માગે તો ઘરના વડા સભ્યની સંમતિથી કરી શકે છે. જોકે આ પ્રક્રિયા શરૂ કરવા માટે તેણે ઘરના સભ્ય સાથેના પોતાના સંબંધ દર્શાવવા માટે રૅશન કાર્ડ, માર્કશીટ, મૅરેજ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા ડૉક્યુમેન્ટ્સ જેમાં બન્નેનાં નામ અને તેમની વચ્ચેના સંબંધોની સ્પષ્ટતા હોય તો એ બતાવવું પડે. ઘરના વડા સભ્યએ ઓટીપી દ્વારા એને માન્યતા આપવી પડે. જો કોઈક કારણસર બન્ને વચ્ચેના સંબંધો દર્શાવતા ડૉક્યુમેન્ટ ન હોય એવા સંજોગોમાં ઘરના વડાએ યુઆઇડીએઆઇ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફૉર્મેટમાં બાંયધરી આપવી પડે. આ પદ્ધતિને કારણે બાળકો, પત્ની તેમ જ પેરન્ટ્સને ઘણી મદદ થઈ શકે, જેમની પાસે આધાર કાર્ડમાં ઍડ્રેસ અપડેટ કરાવવા માટે યોગ્ય કોઈ ડૉક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોય.

વિવિધ કારણસર એક શહેરમાંથી બીજા શહેરમાં જતા લોકો માટે આ સુવિધા બહુ મહત્ત્વની છે. આધારમાં ઍડ્રેસ અપડેટ કરવાના વિવિધ વિકલ્પમાં આ એક વધારો છે. ‘માય આધાર’ પોર્ટલ પર જઈને ઍડ્રેસ અપડેટ કરી શકાય છે. કુટુંબના વડાએ માત્ર પોતાનો આધાર નંબર આપવાનો રહેશે. એ માટે ૫૦ રૂપિયા સર્વિસ-ચાર્જ પેટે ચૂકવવાના રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2023 02:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK