Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હત્યા પહેલાં મળ્યો નિક્કી યાદવનો છેલ્લો વિડિયો

હત્યા પહેલાં મળ્યો નિક્કી યાદવનો છેલ્લો વિડિયો

16 February, 2023 11:50 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે ૨૩ વર્ષની નિક્કી યાદવની લાશ એના બૉયફ્રેન્ડ સાહિલ ગેહલોટના પરિવારની માલિકીની રેસ્ટોરાંના ફ્રિજની અંદરથી મળી આવી હતી

હત્યાના થોડા કલાકો પહેલાં નિક્કી યાદવના સીસીટીવી કૅમેરાનાં ફુટેજનો વિડિયો-ગ્રૅબ જેમાં તે બહારથી પોતાના ઘરમાં આવે છે.

હત્યાના થોડા કલાકો પહેલાં નિક્કી યાદવના સીસીટીવી કૅમેરાનાં ફુટેજનો વિડિયો-ગ્રૅબ જેમાં તે બહારથી પોતાના ઘરમાં આવે છે.


નવી દિલ્હી : શ્રદ્ધા વાયકર જેવો જ બીજો હત્યાકાંડ દિલ્હીમાં જોવા મળ્યો હતો, જેમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરીને એની લાશને ફ્રિજની અંદર સંતાડી દીધી હતી. દરમ્યાન યુવતીની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી થોડેક દૂર આવેલા ઘરમાં તે જોવા મળી હોવાનાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મળ્યાં હતાં. મંગળવારે ૨૩ વર્ષની નિક્કી યાદવની લાશ એના બૉયફ્રેન્ડ સાહિલ ગેહલોટના પરિવારની માલિકીની રેસ્ટોરાંના ફ્રિજની અંદરથી મળી આવી હતી. પોલીસ દ્વારા પકડવામાં આવેલો સાહિલ જ પોલીસને તેના મૃત શરીર સુધી લઈ ગયો હતો. 

આ પણ વાંચો: મર્ડર કર્યાનો વિડિયો પાકિસ્તાન મોકલ્યો અને ખાતામાં જમા થયા બે લાખ રૂપિયા



નવમી ફેબ્રુઆરીએ સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં નિક્કી યાદવ એના ભાડાના ઘરમાં પ્રવેશતી જોવા મળે છે, જેમાં તે એકલી છે. આ વિડિયોના થોડા કલાકો બાદ ફાર્મા ગ્રેજ્યુએટ થયેલા સાહિલ ગેહલોટે તેની હત્યા કરી હતી, કારણ કે સાહિલ અન્ય કોઈ યુવતી સાથે લગ્ન કરવાનો હતો, જેને લઈને બન્ને વચ્ચે કારની અંદર જ ઝઘડો થયો હતો. ગુસ્સાના આવેશમાં સાહિલે ચાર્જિંગ કેબલનો ઉપયોગ કરીને તેનું ગળુ દબાવી દીધું હતું. ત્યાર બાદ તે ડરી ગયો હતો તેમ જ લાશને પરિવારની માલિકીના ઢાબાના ફ્રિજમાં સંતાડી દીધી હતી. સ્પેશ્યલ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) રવીન્દ્ર સિંહ યાદવે કહ્યું હતું કે ૧૦ ફેબ્રુઆરીએ એક અજાણી વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડની હત્યા કરી છે અને બીજી યુવતી સાથે આજે લગ્ન પણ કર્યાં છે. ઘરના લોકોને ખબર નહોતી કે ઘોડે ચડનાર સાહિલ પોતાની ગર્લફ્રેન્ડનો હત્યારો છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 11:50 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK