Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

21 May, 2023 08:51 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળ્યાં; સિખવિરોધી તોફાનોના કેસમાં ટાઇટલરની વિરુદ્ધ ચાર્જશીટ અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

મિડ-ડે લોગો


રાજસ્થાનમાં ક્રૅશ બાદ મિગ-21ના સમગ્ર કાફલાના ઉડાન પર રોક

નવી દિલ્હી : ઇન્ડિયન ઍર ફોર્સે મિગ-21 ફાઇટર ઍરક્રાફ્ટના સમગ્ર કાફલાના ઉડાનને હાલ રોકી દીધું છે. આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાનમાં થયેલા ક્રૅશ પાછળનાં કારણો જાણવા માટે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી આ ફાઇટર ઍરક્રાફ્ટ્સને ઉપયોગમાં નહીં લેવાય. આઠમી મેએ સુરતગઢ ઍરબેઝથી ઉડાન ભરનારું મિગ-21 બિસોન ઍરક્રાફ્ટ હનુમાનગઢ ગામ પાસે ક્રૅશ થઈ જતાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા. મિગ-21 ઍરક્રાફ્ટના વેરિઅન્ટ્સને પાંચ દાયકા પહેલાં ઇન્ડિયન ઍર ફોર્સમાં સામેલ કરવાનું શરૂ થયું હતું. જોકે હવે તબક્કા વાર આ ઍરક્રાફ્ટ્સને રિપ્લેસ કરવામાં આવી રહ્યાં છે. ૧૯૬૦ના દશકમાં મિગ-21ને ઇન્ડિયન ઍરફોર્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ફાઇટરનાં ૮૦૦ વેરિઅન્ટ્સ સર્વિસમાં છે. 



 


બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી કરોડો રૂપિયાની રોકડ અને સોનું મળ્યાં

જયપુરઃ જયપુરના યોજના ભવનના બેઝમેન્ટના લૉક કરેલા બે કબાટમાંથી ૨.૩૧ કરોડ રૂપિયા કરતાં વધુની રોકડ અને એક કિલો સોનું પ્રાપ્ત થયાં છે. યોજના ભવનના બેઝમેન્ટમાં પ્રવેશ માટે પહોંચ ધરાવતા સાત કર્મચારીઓની વધુ પૂછપરછ માટે ધરપકડ કરાઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. કબાટમાં ટ્રૉલી-બૅગમાંથી ૨૦૦૦ અને ૫૦૦ના મૂલ્યની નોટો મળી આવી હતી. આરબીઆઇએ ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટોને સર્ક્યુલેશનમાંથી દૂર કરી એ જ દિવસે આ નોટો મળી આવી હતી. 


 

સિખવિરોધી તોફાનોના કેસમાં ટાઇટલરની વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હીઃ સીબીઆઇએ ૧૯૮૪નાં સિખવિરોધી તોફાનો દરમ્યાન ગુરુદ્વારાને આગ લગાડવા અને ત્રણ વ્યક્તિઓની હત્યાના પુલ બંગેશ કેસમાં કૉન્ગ્રેસના નેતા જગદીશ ટાઇટલરની વિરુદ્ધ ગઈ કાલે એક ચાર્જશીટ દાખલ કરી હતી. સીબીઆઇએ નવી દિલ્હીમાં સ્પેશ્યલ કોર્ટ સમક્ષ દાખલ કરેલી ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે ‘પહેલી નવેમ્બર, ૧૯૮૪ના રોજ પુલ બંગેશ ગુરુદ્વારા, આઝાદ માર્કેટમાં ભેગા થયેલા ટોળાને ટાઇટલરે ઉશ્કેર્યું હતું. જેના પરિણામે આ ​​​િહંસા થઈ હતી.’

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 08:51 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK