ન્યુ યૉર્ક સિટીમાં ઓફેલિયા તોફાનને કારણે ભારે વરસાદની શક્યતાને કારણે આ સિટીમાં ગઈ કાલે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.
ન્યુ યૉર્ક સિટીમાં ઓફેલિયા તોફાનને કારણે ભારે વરસાદની શક્યતાને કારણે આ સિટીમાં ગઈ કાલે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી
ન્યુ યૉર્કમાં ભારે વરસાદને કારણે ઇમર્જન્સી જાહેર
ન્યુ યૉર્ક ઃ ન્યુ યૉર્ક સિટીમાં ઓફેલિયા તોફાનને કારણે ભારે વરસાદની શક્યતાને કારણે આ સિટીમાં ગઈ કાલે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. એક કલાકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ ઑલરેડી પડી ચૂકયો છે, જેને કારણે ન્યુ યૉર્કમાં રહેતા લાખો લોકોને ગઈ કાલે સવારે અસર થઈ હતી. સોશ્યલ મીડિયા પર અનેક એરિયામાં જળબંબાકાર વિસ્તારના ફોટોગ્રાફ અને વિડિયો જોવા મળે છે. ન્યુ યૉર્કના જૉન એફ કેનેડી ઍરપોર્ટ પર ઑલરેડી ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને લાગાર્ડિયા ઍરપોર્ટ પર ટર્મિનલ-‘એ’ને બંધ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
નવા ડિજિટલ બિલમાં ખોટી માહિતી ફેલાવવા બદલ સજા
નવી દિલ્હીઃ આગામી ડિજિટલ ઇન્ડિયા બિલમાં અપપ્રચાર કે ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવા માટેના સંગઠિત પ્રયાસો બદલ સજાની જોગવાઈનો કદાચ સમાવેશ કરવામાં આવશે.
આ બાબતથી માહિતગાર અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકોના અભિપ્રાય ખોટી રીતે બદલવા માટે ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતીના ફેલાવવા બદલ આ બિલમાં સજાની જોગવાઈ કદાચ સમાવાશે. કેન્દ્ર સરકાર ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇટી) ઍક્ટને રિપ્લેસ કરવા માટે ડિજિટલ ઇન્ડિયા બિલ પર કામ કરી રહી છે. જોકે આ બિલના ડ્રાફ્ટમાં સજા શું રહેશે એના વિશે ચોક્કસ વિગત નથી. આ ડ્રાફ્ટમાં વધુ સુધારા કરવામાં આવશે અને લોકોના અભિપ્રાય મેળવવા જાહેર કરવામાં આવશે.
મહિલા અનામત બિલને મળી રાષ્ટ્રપતિની મંજૂરી
નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલ પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ બિલ આ મહિનાની શરૂઆતમાં એક સ્પેશ્યલ સેશન દરમ્યાન સંસદનાં બન્ને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિની મંજૂરીને પગલે કેન્દ્ર સરકારે એક ગૅઝેટ નોટિફિકેશન ઇશ્યુ કર્યું હતું. આ બિલ હવે કાયદો બની ગયું છે, જેમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઈ છે.
હાફિઝ સઈદના દીકરાની હત્યા થઈ?
ઇસ્લામાબાદઃ ભારતને ૨૬/૧૧ એટલે કે મુંબઈ અટૅક્સ જેવો ઘા આપનારા આતંકવાદી હાફિઝ સઈદ માટે અત્યારે બૅડ ન્યુઝ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનો દીકરો ઇબ્રાહિમ હાફિઝ કમાલુદ્દીન સઈદ માર્યો ગયો છે. કમાલુદ્દીન સઈદ ૨૬મી સપ્ટેમ્બરથી ગાયબ હતો. કહેવામાં આવી રહ્યું છે કે એ છેલ્લે પેશાવરમાં જોવા મળ્યો હતો. સોર્સિસ અનુસાર કમાલુદ્દીનને કેટલાક લોકો એક કારમાં લઈને જતા રહ્યા હતા. ગુરુવારે સાંજે જબ્બા વેલીમાંથી તેનો મૃતદેહ મળ્યો છે. પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી આઇએસઆઇએ તેને શોધવા માટે ખૂબ કોશિશ
કરી હતી, પરંતુ તેને શોધી નહોતી શકી. હાફિઝ અત્યારે પાકિસ્તાનની જેલમાં કેદ છે.
ચારેકોર જળબંબોળ
ગ્રીસના મધ્ય ભાગમાં ઇલિયસ તોફાન ત્રાટક્યા બાદ પૂરનાં પાણીમાં ડૂબી ગયેલા ગામ સોટિરિયોનો ગઈ કાલે લેવામાં આવેલો એરિયલ ફોટોગ્રાફ. એ.એફ.પી.


