ઇન્ડિયન ઍર ફોર્સના એકમાત્ર યોદ્ધા અને એની સ્ક્વૉડ્રન સાથે પાંચ સૈન્ય સૈનિકોનાં નામ અને તેમનાં રેજિમેન્ટલ જોડાણો નવી દિલ્હીમાં નૅશનલ વૉર મેમોરિયલની વેબસાઇટ પર મૂકવામાં આવ્યાં છે
મોટા ભાગે આ જવાનો જમ્મુ અને કાશ્મીરમાં શહીદ થયા છે
ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન સામેના ઑપરેશન સિંદૂર વખતે યુદ્ધમાં પોતાના જીવનું બલિદાન આપનારા શહીદ થયેલા ૬ બહાદુરોનાં નામ પહેલી વાર સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે. આ બહાદુર જવાનોમાં સૂબેદાર મેજર પવન કુમાર (૧૦ ઇન્ફન્ટ્રી બ્રિગેડનું હેડક્વૉર્ટર), રાઇફલમૅન સુનીલ કુમાર (જમ્મુ ઍન્ડ કાશ્મીર લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ચોથી બટૅલ્યન), લાન્સનાયક દિનેશ કુમાર (પાંચમી ફીલ્ડ રેજિમેન્ટ), અગ્નિવીર મુરલી નાઈક (૮૫૧ લાઇટ રેજિમેન્ટ), હવાલદાર સુનીલ કુમાર સિંહ (૨૩૭ ફીલ્ડ વર્કશૉપ) અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (ઍરફોર્સની ૩૯ વિંગ)નો સમાવેશ છે. તેમનાં નામ નૅશનલ વૉર મેમોરિયલ ખાતે ખાસ ઈંટો પર કોતરવામાં આવશે.
મોટા ભાગે આ જવાનો જમ્મુ અને કાશ્મીરમાં શહીદ થયા છે. સુનીલ કુમાર પાકિસ્તાન સાથેની લાઇન ઑફ કન્ટ્રોલ પર તહેનાત હતા. રાઇફલમૅન સુનીલ કુમારને દેશના ત્રીજા સૌથી મોટા યુદ્ધ સન્માન વીર ચક્ર અને સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને વાયુ મેડલથી નવાજવામાં આવ્યા છે. ૮ જૂને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં સુનીલ કુમારને વીર ચક્ર (મરણોત્તર) અર્પણ કર્યો હતો. આ અવૉર્ડ તેમની માતા સુદેશકુમારી અને પિતા યશ પૌલે સ્વીકાર્યો હતો.
ADVERTISEMENT
ઇન્ડિયન ઍર ફોર્સના એકમાત્ર યોદ્ધા અને એની સ્ક્વૉડ્રન સાથે પાંચ સૈન્ય સૈનિકોનાં નામ અને તેમનાં રેજિમેન્ટલ જોડાણો નવી દિલ્હીમાં નૅશનલ વૉર મેમોરિયલની વેબસાઇટ પર મૂકવામાં આવ્યાં છે.
