Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > MQ-9 Reaper કેમ ખાસ છે આ અમેરિકન ડ્રોન જેને રશિયન જેટે મારી ટક્કર?

MQ-9 Reaper કેમ ખાસ છે આ અમેરિકન ડ્રોન જેને રશિયન જેટે મારી ટક્કર?

17 March, 2023 04:06 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રશિયા અને અમેરિકા વચ્ચે હંમેશથી તાણ જળવાઈ રહે છે. આ વચ્ચે છેલ્લા દિવસોથી રશિયન ફાઈટર પ્લેન Su-27 દ્વારા અમેરિકાના એમક્યૂ-9 રીપર ડ્રોન (MQ-9 Reaper Drone)ને કાળા સમુદ્રમાં ટક્કર મારીને પાડવાના રિપૉર્ટ બાદ બન્ને દેશોના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રશિયા (Russia) અને અમેરિકા (America) વચ્ચે હંમેશથી તાણ જળવાઈ રહે છે. આ વચ્ચે છેલ્લા દિવસોથી રશિયન ફાઈટર પ્લેન Su-27 દ્વારા અમેરિકાના એમક્યૂ-9 રીપર ડ્રોન (MQ-9 Reaper Drone)ને કાળા સમુદ્રમાં ટક્કર મારીને પાડવાના રિપૉર્ટ બાદ બન્ને દેશોના સંબંધોમાં તિરાડ આવી ગઈ છે. જો કે, અમેરિકાના આરોપોને રશિયાએ નકાર્યા છે અને કહ્યું કે તેણે કોઈ ડ્રોન પાડ્યું નથી. રશિયાએ કહ્યું કે ડ્રોન પોતે પોતાની ઉણપને કારણે ક્રેશ થયું છે. 

MQ-9 Reaper કેમ ચર્ચામાં છે
રશિયા પર આરોપ છે કે તેણે પોતાના ફાઈટર જેટ દ્વારા અમેરિકાના એમક્યૂ-9 રીપર ડ્રોન જેને MQ-9B Predator પણ કહેવામાં આવે છે, તેને બ્લેક સીમાં ટક્કર મારીને પાડી દીધો છે. ઘટના બાદ અમેરિકાના રશિયા વિરુદ્ધ તીખા તેવર બતાવ્યા છે. અમેરિકાએ રશિયાના રાજદૂત અનાતોલી એન્ટોનોવને બોલાવી લીધા છે. તો, રશિયાએ આને પાયાહિન આરોપ જણાવ્યો છે અને કહ્યું કે તે યૂએસ સાથા સારા સંબંધો ઈચ્છે છે.MQ-9 Reaperની શું છે ખાસિયત
એમક્યૂ-9 રીપર એક માનવ રહિત વિમાન એટલે કે ડ્રોન છે, જેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે 35 કલાકથી વધારે સમય સુધી 50,000 ફૂટ ઉંચાઈ પર ઉડી શકે છે.


MQ-9 Reaperની બીજી મોટી ખાસિયત એ છે કે હવાથી જમીન પર ફેંકાતી મિસાઈલ જેવા હથિયારોથી પણ સજ્જ કરી શકાય છે. આ ઉંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત થઈને જમીનની સાથે સમુદ્રી લક્ષ્યને નિશાનો બનાવી શકે છે.
આ ડ્રોનની મદદથી અમેરિકાએ કાબુલમાં છુપાયેલા અલકાયદા આતંકવાદી આયમાન અલ જવાહિરીને તોડી પાડ્યો હતો.
એમક્યૂ-9 રીપર સૉલિડ કેમેરા, સેન્સર અને રડાર સાથે કલાકો હવામાં રહીને સીક્રેટ માહિતી એકઠી કરી શકે છે.
આમાં 66 ફૂટની વિંગસ્પેન અને હનીવેલ એન્જિન છે, જે 3900 પાઉન્ડ ઈંધણ લઈ જઈ શકે છે અને 240 સમુદ્રી મીલની ગતિથી યાત્રા કરી શકે છે.

ડ્રોનના શું છે લાભ
એમેરિકન ડ્રોન MQ-9 Reaper માનવસહિત વિમાનો કરતાં ઓછા ખર્ચાળ હોય છે અને ઑપરેટરો માટે પણ આને ચલાવવા માટે સુરક્ષિત હોય છે, કારણકે આમાં પાઈલટની જરૂર નથી.
બીજા વિમાનો કરતા જૂદું ડ્રોન અનેક કલાકો સુધી હવામાં રહીને સીક્રેટ માહિતી એકઠી કરી શકે છે.
જનરલ એટૉમિક્સ પ્રમાણે, આ ડ્રોનને સંચાલિત કરવા માટે ફક્ત 3,500 ડૉલર પ્રતિ કલાકનો ખર્ચ થાય છે. તો, બીજા વિમાનનો ખર્ચ 8000 ડૉલર પ્રતિ કલાકનો થાય છે.


કોની પાસે છે આ વિમાન, કેટલી છે કિંમત
જણાવવાનું કે MQ-9 રીપરનું નિર્માણ અમેરિકન કંપની `જનરલ એટૉમિક્સ` દ્વારા કરવામાં આવે છે. આને નાસા, યૂએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી, યૂકે રૉયલ ઍર ફૉર્સ, ઈટાલિયન ઍર ફૉર્સ, ફ્રેન્ચ ઍર ફૉર્સ અને સ્પેનિશ ઍર ફૉર્સ દ્વારા પણ ખરીદવામાં આવે છે. આ ડ્રોનની કિંમત 453 કરોડ 73 લાખથી વધારે છે.

કેમ જોખમી છે અમેરિકન ડ્રોન
MQ-9 રીપર ડ્રોન 1900 કિમી સુધી ક્યાંય પણ પોતાના લક્ષ્યનું સટીક નિશાનો લાગી શકે છે. આ આંખના પલકારે જ દુશ્મનનો ખાત્મો કરી શકે છે. આ હવાથી હવામાં મારો કરવાની હથિયાર ક્ષમતાથી સજ્જ છે, જે દુશ્મનો વિરુદ્ધ જોખમી સાબિત થઈ શકે છે. સેલ્ફ પ્રૉટેક્ટ પૉડની સાથે જ આ બચવા માટે પણ જવાબી હુમલા પણ કરી શકે છે.

આ પણ વાંચો : Mumbai Traffic: મુંબઈમાં વધશે ટ્રાફિકની સમસ્યા, જર્જરિત આ બ્રિજને તોડી પડાશે

ભારત પણ ખરીદવાની તૈયારીમાં...
ભારત MQ-9 રીપર ડ્રોન (MQ-9 Reaper/Predator B)ને ખરીદવાની તૈયારીમાં છે. ભારતીય સેનાએ અમેરિકન ડિફેન્સ કંપની જનરલ એટૉમિક્સસે ત્રણ અરબ ડૉલરમાં 30 ડ્રોન ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આને લઈને એનએસએ અજીત ડોભાલે પણ અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે વાત કરી હતી. જણાવવાનું કે આ ડ્રોન ભારત આવવાથી ચીનની ઊંઘ ઉડી શકે છે. આવું એટલા માટે કારણકે LAC પર ઉંચાઈવાળા ક્ષેત્રો પર તહેનાત કરવામાં આવી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2023 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK