જયનગર નેપાલની ગ્લૅસિયરમાંથી નીકળતી કમલા નદીના તટ પર આવેલું છે
મધુબની જિલ્લાના જયનગરમાં આકાશ એટલું સાફ હતું કે હિમાલયન રેન્જનાં સાતેય શિખરો સ્પષ્ટ જોવા મળતાં હતાં
ચીન અને નેપાલની સીમા પાસે આવેલા માઉન્ટ એવરેસ્ટનો રળિયામણો નજારો ગઈ કાલે બિહારના એક નાનકડા શહેરમાંથી જોવા મળ્યો હતો. મધુબની જિલ્લાના જયનગરમાં આકાશ એટલું સાફ હતું કે હિમાલયન રેન્જનાં સાતેય શિખરો સ્પષ્ટ જોવા મળતાં હતાં. એમાં માઉન્ટ એવરેસ્ટનું શિખર પણ હતું. ૨૦૨૦ના મે મહિનામાં લૉકડાઉન થયેલું ત્યારે પ્રદૂષણમુક્ત હવાને કારણે આવો નજારો જોવા મળ્યો હતો. જયનગર નેપાલની ગ્લૅસિયરમાંથી નીકળતી કમલા નદીના તટ પર આવેલું છે.


