લગભગ ૧૦૦૦ જેટલા પર્વતારોહકો અટવાઈ ગયા હતા
બરફવર્ષાથી થયેલો અવરોધ સાફ કરવા માટે સ્થાનિક લોકો અને બચાવ દળો કામે લાગી ગયાં છે.
દાર્જીલિંગ અને નેપાલમાં આવેલા મુશળધાર વરસાદની સાથે માઉન્ટ એવરેસ્ટના તિબેટ તરફના ક્ષેત્રમાં ભારે બરફવર્ષા શરૂ થઈ હતી એને કારણે માઉન્ટ એવરેસ્ટના પૂર્વ હિસ્સામાં ૪૯૦૦ મીટરથી વધુની ઊંચાઈએ રસ્તાઓ અવરોધાઈ ગયા હતા એને લીધે લગભગ ૧૦૦૦ જેટલા પર્વતારોહકો અટવાઈ ગયા હતા. બરફવર્ષાથી થયેલો અવરોધ સાફ કરવા માટે સ્થાનિક લોકો અને બચાવ દળો કામે લાગી ગયાં છે.


