Monkeys eats 35 lakhs Sugar: આ વાતને લીધે સાથા ખાંડ ફેક્ટરી છેલ્લા ૨૬ મહિનાથી બંધ છે અને હવે આ ઘોટાળાની તપાસના અહેવાલ આવ્યા બાદ ગોડાઉન કીપર સહિત બીજા બે લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)
કી હાઇલાઇટ્સ
- ૧૧,૧૦૦ ક્વિન્ટલ વજનની ખાંડ ગાયબ થયા હોવાની ઘટના
- લગભગ 35 લાખ રૂપિયાની ખાંડ વાંદરાઓ ખાઈ ગયા અને અમુક પાણીમાં ઓગળી ગઈ
- ઘટના સામે આવ્યા બાદ ફેક્ટરીના બે લોકો સામે ગુનો દાખલ
ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે આવેલા કિસાન સાથા સાકર (ખાંડ) ફેક્ટરીમાં ૧૧,૧૦૦ ક્વિન્ટલ વજનની ખાંડ ગાયબ (Monkeys eats 35 lakhs Sugar) થઈ જવાની ચોંકાવનારી ઘટન સામે આવી છે. આ ઘટનાને લીધે કરોડો રૂપિયાની ખાંડમાં બેદરકારી અને ઘોટાળો થયો હોવાનું જણાય છે, પણ એવું નથી ખાંડના કારખાનામાં ગેરવ્યવહાર થયા હોવાની ઘટના સામે આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવતા સામે આવ્યું કે કારખાનામાં રાખેલી લગભગ 35 લગભગ ૩૫ લાખ રૂપિયાની ખાંડ વરસાદના પાણીમાં ધોવાઈ ગઈ અને અમુક લાખ રૂપિયાની ખાંડ વાંદરાઓ ખાઈ ગઈ હોવા છે. આ વાતને લીધે સાથા ખાંડ ફેક્ટરી છેલ્લા ૨૬ મહિનાથી બંધ છે અને હવે આ ઘોટાળાની તપાસના અહેવાલ આવ્યા બાદ ગોડાઉન કીપર સહિત બીજા બે લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મળેલી માહિતી મુજબ, કારખાનામાં ૩૫ લાખ રૂપિયાની ૧૧૦૦ ક્વિન્ટલ ખાંડ રજીસ્ટરમાં (Monkeys eats 35 lakhs Sugar) નોંધવામાં આવી હતી અને તેનું ઓડિટ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ ખાંડ ઓછી જાણતા સામે આવ્યું કે 30 દિવસની અંદર જ વાંદરોએ રૂ. 35 લાખની ખાંડ પર તાવ મારી ગયા છે. જેથી આ મામલે ફેક્ટરીના મેનેજર અને હિસાબ અધિકારી સહિત બીજા છ લોકોને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારે આ અંગે તપાસ શરૂ કરી છે. તપાસના અહેવાલ મુજબ, પ્રભારી ગોડાઉન કીપર અને ગોડાઉન કીપર સામે જાવાં પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઓડિટ ટીમે ગેસ્ટ હાઉસમાં બેસીને હવામાં ઓડિટિંગ કર્યું છે. ખાંડના સ્ટોક (Monkeys eats 35 lakhs Sugar) જેટલો ઓછો બતાવવામાં આવે છે, તેટલો ઓછો નથી. ફેક્ટરીના અંદરના ગોડાઉનના શટર અને પણ છત તૂટી ગયા છે. જેને લીધે છત પરથી પાણી ટપકે છે. તેમજ, વાંદરોએ પણ ખાંડ ખાધી છે. તેથી ગોડાઉનમાં ખાંડ પથરાઈ છે, એમ ખાંડ ફેક્ટરીના ગોડાઉન કીપરએ પોતાના બચાવમાં કહ્યું હતું.
આ સાથે જ, ગોડાઉનમાં વરસાદનું પાણી છત પરથી નીચે આવે છે, તેથી ૫૨૮ ક્વિન્ટલ ખાંડ (Monkeys eats 35 lakhs Sugar) ઓછી થઈ ગઈ છે. ઓડિટ ટીમ દ્વારા જે ૧૧૦૦ ક્વિન્ટલ ખાંડ ઓછા થવાના રિપોર્ટમાં આવ્યો છે, તે ખોટું છે. તેમ જ, ગોડાઉનની ઇમારતની દુરાવસ્થા અને મેન્ટેનન્સ ભથ્થા બાબતે જીલ્લા પ્રશાસનને અનેકવાર પત્ર લખ્યા, પરંતુ જીલ્લા પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારની સમસ્યા દૂર થઈ નથી, એમ પણ ગોડાઉન કીપરએ જણાવ્યું.
આ દરમિયાન, સુરક્ષા રક્ષક અને અન્ય કર્મચારીઓએ (Monkeys eats 35 lakhs Sugar) જણાવ્યું કે, અહીં વાંદરોનું આતંક છે અને ૨૦૨૦ પછી અહીં ખાંડનું ઉત્પાદન થતું નથી. ખાંડ ફેક્ટરીની મેન્ટેનન્સ પણ થઈ નથી. તેમજ, ગોડાઉનમાંથી ખાંડ કેવી રીતે ઓછી થઈ તેની વધુ ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ વાંદરાઓ આટલી બધી ખાંડ ખાઈ શકતા નથી, એમ પણ કર્મચારીઓએ જણાવ્યું.

