Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મણિપુરમાં ફરીથી હિંસા

મણિપુરમાં ફરીથી હિંસા

Published : 20 October, 2026 04:02 PM | IST | Manipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૬ કલાકમાં ૨૮ ઘર સળગાવી દેવામાં આવ્યાં, લોકોનો જંગલોમાં આશ્રય, મણિપુરમાં આતંકવાદીઓએ ૩ની હત્યા કરી, લોકોએ મૃતદેહો મુખ્ય પ્રધાનના ઘરની બહાર મૂકી દીધા

મણિપુરમાં આતંકવાદીઓએ ૩ની હત્યા કરી, લોકોએ મૃતદેહો મુખ્ય પ્રધાનના ઘરની બહાર મૂકી દીધા

મણિપુરમાં આતંકવાદીઓએ ૩ની હત્યા કરી, લોકોએ મૃતદેહો મુખ્ય પ્રધાનના ઘરની બહાર મૂકી દીધા


મણિપુરમાં વંશીય હિંસાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. કામજોન્ગ જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ૨૮ ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં નાગા અને કુકી સમુદાયનાં ઘરોનો સમાવેશ છે. શંકાસ્પદ આતંકવાદીઓના હુમલાઓને કારણે લોકોને તેમનાં ઘર છોડીને જંગલો અને લશ્કરી છાવણીઓમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. 
મણિપુરના નાયબ મુખ્ય પ્રધાન નેમચા કિપગેને આ ઘટનાની નિંદા કરીને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા-પગલાં લેવામાં આવ્યાં છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે આસામ રાઇફલ્સ, બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) અને કામજોન્ગ પોલીસની સંયુક્ત ટુકડીને અસરગ્રસ્ત વિસ્તારમાં તહેનાત કરવામાં આવી છે.
શંકાસ્પદ આતંકવાદીઓએ નાગા અને કુકી બન્ને સમુદાયોની વસાહતોને નિશાન બનાવી હતી. શનિવારે રાત્રે કામજોન્ગ જિલ્લાના ચાસાદ ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો અને કુકી સમુદાયનાં ઓછામાં ઓછાં ૧૫ ઘરોને આગ ચાંપવામાં આવી હતી. વહેલી સવારે એક ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કુકી સમુદાયની એક વ્યક્તિનું મોત થયું હતું અને ૪ અન્ય ઘાયલ થયા હતા. રવિવારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પિલૉન્ગ અને સ્કીપ ગામમાં નાગા સમુદાયનાં ઓછામાં ઓછાં ૧૩ ખાલી ઘરોને આગ ચાંપી દીધી હતી. રવિવારે સવારે ઉખરુલ જિલ્લાના લિટોન પોલીસ-સ્ટેશન વિસ્તારમાં નૅશનલ હાઇવે ૨૦૨ પર ગ્વાલતાબી અને મહાદેવ વચ્ચે જતી કાર પર અજાણ્યા સશસ્ત્ર માણસોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે લોકો ઘાયલ થયા હતા.

ફેબ્રુઆરીથી પચાસથી વધુ લોકોનાં મોત
ફેબ્રુઆરીથી તામેંગલૉન્ગ, કામજોન્ગ, ઉખરુલ, કાંગપોકપી અને નોની જિલ્લામાં વંશીય અથડામણોમાં પચાસથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ડઝનબંધ ઘરો બાળી નાખવામાં આવ્યાં છે.



મણિપુરમાં આતંકવાદીઓએ ૩ની હત્યા કરી, લોકોએ મૃતદેહો મુખ્ય પ્રધાનના ઘરની બહાર મૂકી દીધા
મણિપુરમાં ગઈ કાલે સવારે ૭ વાગ્યે ઇમ્ફાલ-ઈસ્ટ અને કાંગપોકપી જિલ્લાની સરહદ પાસે લાકડાં વીણવા ગયેલા લોકો પર શંકાસ્પદ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૩ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય ૩ જણ ઘાયલ થયા હતા. આ હુમલાના પગલે ઇમ્ફાલમાં વિરોધ-પ્રદર્શનો શરૂ થયાં હતાં, જ્યાં સ્થાનિક લોકોએ બે મૃતદેહ મણિપુરના મુખ્ય પ્રધાન વાય. ખેમચંદ સિંહના નિવાસસ્થાનની બહાર મૂકીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2026 04:02 PM IST | Manipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK