Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સ્ટૉકલ પ્લૅટફૉર્મ પર મોટું કૌભાંડ, રોકાણકારોના ૧૦૦ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

સ્ટૉકલ પ્લૅટફૉર્મ પર મોટું કૌભાંડ, રોકાણકારોના ૧૦૦ કરોડ રૂપિયા ધોવાઈ ગયા

Published : 05 November, 2026 11:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની દિગ્ગજ કંપનીઓમાં ભારતીય રોકાણકારોએ કરેલું રોકાણ ચીની કંપનીમાં ટ્રાન્સફર થયું અને ત્યાર બાદ શૅર ગગડી જતાં ધરખમ નુકસાન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકન શૅરબજારમાં રોકાણ કરાવતા બૅન્ગલોર સ્થિત ફિનટેક પ્લૅટફૉર્મ સ્ટૉકલ સિક્યોરિટીઝનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. લગભગ ૩૦ જેટલા ભારતીય રોકાણકારોએ આરોપ લગાવ્યો હતો કે તેમની જાણ કે મંજૂરી વિના તેમના અકાઉન્ટમાંથી ઍપલ, ટેસ્લા, આલ્ફાબેટ, ઍમૅઝૉન અને એનવિડિયા જેવી બ્લુ-ચિપ કંપનીઓના સ્ટૉક્સ વેચી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ નાણાં અમેરિકામાં લિસ્ટેડ ઝિબાઓ ટેક્નૉલૉજી નામની એક સાવ અજાણી ચીની કંપનીમાં રોકી દેવાયા હતા. 

ચોંકાવનારી બાબત તો એ છે કે આ ચીની કંપનીનો સ્ટૉક થોડા જ સમયમાં ૬૦ ટકા ગગડી જતાં રોકાણકારોને અંદાજે ૧૦૦ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું હતું. આ મામલામાં એક રોકાણકારનો ૪.૨૬ કરોડ રૂપિયાનો અને અન્ય એક રોકાણકારનો ૨૯ કરોડ રૂપિયાનો આખો પોર્ટફોલિયો ગણતરીની મિનિટોમાં જ વેચી દેવાયો હતો. આ આઘાતજનક ઘટના ૧૫ ઑક્ટોબરે બની હતી. આર્થિક નુકસાનનો ભોગ બનનારા એક પીડિતે બૅન્ગલોરમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવ્યો હતો. 



કંપનીએ શું કહ્યું?


સ્ટૉકલ પ્લૅટફૉર્મે પોતાની સ્પષ્ટતામાં દાવો કર્યો હતો કે તેમના પ્લૅટફૉર્મ પર કોઈ સાઇબર હુમલો કે ડેટા લીક થયો નથી, પરંતુ ‘સોશ્યલ એન્જિનિયરિંગ’ દ્વારા ગ્રાહકોનાં લૉગિન-પાસવર્ડ ચોરાયાં હોવાની પૂરેપૂરી આશંકા છે. જોકે સામે પક્ષે તેમના અમેરિકન બ્રોકરેજ પાર્ટનર ડ્રાઇવવેલ્થે પોતાના હાથ ઊંચા કરીને આ સમગ્ર મામલા માટે સ્ટૉકલની નબળી સુરક્ષા-વ્યવસ્થાને જ સીધી રીતે જવાબદાર ઠેરવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK