Maha Shivratri 2026: મહાશિવરાત્રિના અંતિમ સ્નાન સાથે માઘમેળાનું સમાપન; મંદિરોમાં ગુંજ્યો હર હર ભોલેનો નાદ અને વધુ સમાચાર
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આંધ્ર પ્રદેશમાં એક યુવાનને સપનામાં શિવજી આવ્યા અને તેને સ્ફુરણા થઈ કે તે અનોખું શિવલિંગ બનાવીને એની પૂજા કરે. સપનાને વાસ્તવમાં સાકાર કરવા માટે તેણે સિક્કામાંથી શિવલિંગ તૈયાર કરવાનું નક્કી કર્યું. તેણે એક-એક કૉઇનને ફેવિકૉલથી ચોક્કસ શેપમાં ચોંટાડીને શિવલિંગનો આકાર આપવાનું શરૂ કરી દીધું. ખાસ્સી મહેનતે તેણે લાંબા સમયનું પોતાનું સપનું સાકાર કર્યું હતું.
મહાશિવરાત્રિના અંતિમ સ્નાન સાથે માઘમેળાનું સમાપન, ૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યું સંગમસ્નાન
ADVERTISEMENT

માઘમેળાના અંતિમ સ્નાનપર્વ પર તીર્થરાજ પ્રયાગમાં ગઈ કાલે ૪૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓેએ પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. રવિવારે બ્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવાનું પુણ્ય મેળવવા માટે શનિવારે રાતથી જ ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓનો ધસારો પ્રયાગરાજમાં જોવા મળ્યો હતો. ગઈ કાલે મોડી સાંજ સુધી ભક્તોએ સંગમમાં સ્નાન કરીને ભગવાન શિવને જળાભિષેક કર્યો હતો. પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘમેળાનું ગઈ કાલે ૪૩ દિવસ બાદ ભવ્ય સમાપન થયું હતું.
મંદિરોમાં ગુંજ્યો હર હર ભોલેનો નાદ

તસવીર: આશિષ રાજે
મહાશિવરાત્રિએ ભોળાનાથ શિવશંકર શંભુ પર અભિષેક કરવા મુંબઈનાં મંદિરોમાં ભક્તોની ભીડ જામી હતી. માટુંગા-વેસ્ટના કાશીવિશ્વેશ્વર મંદિરમાં મહાદેવના ભક્તોએ બિલ્વપત્ર, ફૂલ અને દૂધ ચડાવીને ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા.
જુહુ બીચ પર અવતર્યા ભોલેનાથ

ગઈ કાલે મહાશિવરાત્રિ નિમિત્તે રેત-શિલ્પકાર લક્ષ્મી ગૌડે જુહુ બીચ પર દેવાધિદેવ મહાદેવના અદ્ભુત રેતશિલ્પનું સર્જન કર્યું હતું.


