ફૈઝાબાદની બાકીની ચાર વિધાનસભા બેઠક પર મળેલી સરસાઈને લીધે જ જીતી સમાજવાદી પાર્ટી
પ્રતીકાત્મક તસવીર
રામજન્મભૂમિ અયોધ્યામાં પાંચસો વર્ષ પછી રામમંદિરનું નિર્માણ કર્યા બાદ પણ અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)એ હારનો સામનો કરવો પડ્યો છે એની સૌથી વધુ ચર્ચા છે ત્યારે અયોધ્યાનો સમાવેશ કરતી ફૈઝાબાદ લોકસભા બેઠકમાં આવતી પાંચ વિધાનસભા બેઠકના મતદાનના આંકડા સામે આવ્યા છે. એમાં અયોધ્યા વિધાનસભા બેઠક પર BJPના ઉમેદવાર લલ્લુ સિંહને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પાસી કરતાં ૪૬૬૭ મત વધુ મળ્યા છે. આથી અયોધ્યાના રહેવાસીઓએ તો BJPને જ વધુ મત આપ્યા હોવાનું જણાઈ આવે છે. બીજી ચાર વિધાનસભાઓમાં સમાજવાદી પાર્ટી કરતાં ઓછા મત મળવાથી BJPનો પરાજય થયો છે.
ફૈઝાબાદ લોકસભા બેઠકમાં અયોધ્યા, રુદૌલી, મિલ્કીપુર, વિકાસપુર અને દરિયાબાદ વિધાનસભાઓ આવેલી છે.
ADVERTISEMENT
ફૈઝાબાદની કઈ વિધાનસભા બેઠકમાં કોને કેટલા મત?
અયોધ્યા વિધાનસભા
BJP : ૧,૦૪,૬૭૧
સમાજવાદી પાર્ટી : ૧,૦૦,૦૦૪
રુદૌલી વિધાનસભા
BJP : ૯૨,૪૧૦
સમાજવાદી પાર્ટી : ૧,૦૪,૧૧૩
મિલ્કીપુર વિધાનસભા
BJP : ૮૭,૮૭૯
સમાજવાદી પાર્ટી : ૯૫,૬૧૨
વિકાસપુર વિધાનસભા
BJP : ૯૨,૮૫૯
સમાજવાદી પાર્ટી : ૧,૨૨,૫૪૩
દરિયાબાદ વિધાનસભા
BJP : ૧,૨૧,૧૮૩
સમાજવાદી પાર્ટી : ૧,૩૧,૧૮૩

