આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને ખાઈમાંથી દોરડાની મદદથી કાઢીને ઉપચાર માટે ખસેડવામાં આવ્યા છે.
કેદારનાથમાં જંગલચટ્ટી ઘાટ પાસે ભૂસ્ખલન
ગૌરીકુંડથી કેદારનાથ પગપાળા જવાના ટ્રૅક પર જંગલચટ્ટી ઘાટ પાસે સવારે ૧૧.૨૦ વાગ્યે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પહાડ પરથી ભારે માત્રામાં ભૂસ્ખલન થતાં પાંચ મજૂરો એની ચપેટમાં આવીને ઊંડી ખાઈમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં બે જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બન્ને જમ્મુના રહેવાસી હતા. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને ખાઈમાંથી દોરડાની મદદથી કાઢીને ઉપચાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ વર્ષે અમરનાથ યાત્રામાં હેલિકૉપ્ટર સર્વિસ નહીં મળે
ADVERTISEMENT
આ વર્ષે અમરનાથ યાત્રા માટે હેલિકૉપ્ટર સર્વિસ ઉપલબ્ધ કરવામાં નહીં આવે. ગૃહ મંત્રાલયે અમરનાથ યાત્રા રૂટને નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે એના પગલે અમરનાથ શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓ માટે નવો સર્ક્યુલર જાહેર કર્યો છે. એમાં જાણકારી આપવામાં આવી છે કે આ વર્ષે ગુફા સુધી કોઈ હેલિકૉપ્ટર સેવા મળશે નહીં, એટલે યાત્રાળુઓએ પગપાળા અથવા ઘોડા દ્વારા તેમની યાત્રાનું આયોજન કરવું પડશે. પહલગામ આતંકવાદી હુમલા પછી અને ગુપ્ત માહિતીના આધારે, આ વર્ષે યાત્રાને સુરક્ષિત રાખવા માટે કડક સુરક્ષા પ્રોટોકૉલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે યાત્રા પર આતંકવાદી ખતરો એક મોટો પડકાર છે.

