° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


લદ્દાખ વિવાદ : આ વિસ્તારમાંથી સૈનિકોને પાછા ખસેડવા અંગે ભારત-ચીન સંમત, જાણો વિગત

03 August, 2021 07:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી તેમના સૈનિકોને પાછળ ખસેડવા સંમત થયા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

લદ્દાખ વિવાદને ઉકેલવાની દિશામાં બંને પક્ષો, એટલે કે ભારત અને ચીન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ભારત અને ચીન પૂર્વ લદ્દાખના ગોગરા હાઇટ્સ વિસ્તારમાંથી તેમના સૈનિકોને પાછળ ખસેડવા સંમત થયા છે. બંને પક્ષોએ ગયા વર્ષે મે મહિનામાં આ પ્રદેશમાં એકબીજાની સામે પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા. 
સરકારી સૂત્રોએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે શનિવારે 12મી કોર્પ્સ કમાન્ડર સ્તરની મંત્રણા દરમિયાન ભારત અને ચીન ગોગરા હાઇટ્સ વિસ્તારમાં સૈનિકોને છૂટા કરવા સંમત થયા હતા. આ બેઠક લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ની ચીની બાજુ મોલ્ડો ખાતે યોજાઈ હતી અને તે લગભગ નવ ચાલી હતી.
શનિવારના આ કરાર પર આગળની કાર્યવાહી નજીકના ભવિષ્યમાં થવાની ધારણા છે. 14 જુલાઈએ ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક અને 25 જૂને ભારત-ચીન બોર્ડર બાબતો પર વર્કિંગ મેકેનિમઝ ફોર કન્સલટેશન એન્ડ કોર્ડીનેશન (WMCC) ની બેઠક બાદ કોર્પ્સ કમાન્ડર સ્તરની 12મી રાઉન્ડની બેઠક યોજાઈ હતી, ત્યાર બાદ નિર્ણય લેવાયો હતો. 

 

03 August, 2021 07:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

ઉધમપુરમાં આર્મીનું હેલિકૉપ્ટર તૂટી પડતાં બે પાઇલટનાં મૃત્યુ

બે પાઇલટ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂતને સારવાર માટે નજીકના મેડિકલ કેન્દ્રમાં લઈ જવાયા હતા પરંતુ એમનું બાદમાં ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

22 September, 2021 10:06 IST | Jammu | Agency
રાષ્ટ્રીય સમાચાર

ATS અને કોસ્ટગાર્ડે જળસીમા પરથી 250 કરોડના ડ્રગ્સ સાથે ઈરાનના 7 લોકોની કરી ધરપકડ

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે.

19 September, 2021 02:22 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે આખા મંત્રીમંડળ સાથે આપ્યું રાજીનામું

પંજાબમાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે.

18 September, 2021 08:49 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK