Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોના જેમ જીવલેણ બન્યો H3N2 વાયરસ, લક્ષણો સહિત તમામ એ ટુ ઝેડ માહિતી જાણો અહીં

કોરોના જેમ જીવલેણ બન્યો H3N2 વાયરસ, લક્ષણો સહિત તમામ એ ટુ ઝેડ માહિતી જાણો અહીં

14 March, 2023 05:29 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છેલ્લા કેટલાક સમયથી H3N2 કોરોના જેમ ફેલાય રહ્યો છે. આ ઈન્ફ્લૂએન્ઝા વાયરસને કારણે કેટલાક લોકોના મોત પણ થયા છે. પરંતુ અહીં તમે તમામ માહિતી જાણી આનાથી કઈ રીતે બચવું તે જાણી શકો છો...

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

કેટલો જોખમી?

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


ત્રણ વર્ષ બાદ કોરોનાની મહામારીથી રાહત મળી રહી હતી ત્યાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2એ ફરી ચિંતા વધારી છે. કેટલાક મહિનાથી શરદી, કફ અને તાવના કેસો વધી રહ્યાં છે. પરંતુ હવે આ જીવલેણ બની રહ્યો છે. આ વાયરલ બિમારીથી અત્યાર સુધીમાં કેટલાકના મોત થયા છે. સુત્રો અનુસાર પંજાબ, હરિયાણા, કર્ણાટક અને હરિયાણાં H3N2થી લોકોના મોત થયા છે. તાજેતરમાં ગુજરાતમાં પણ એક વ્યક્તિનું મોત H3N2થી થયું છે.જો કે, આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

નિષ્ણાતોનું પણ કહેવું છે કે સીઝન બદલાતાં ફ્લુના કેસો વધે છે, પરંતુ આ વખતે તેનું પ્રમાણ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRએ જણાવ્યું હતું કે ગત બે-ત્રણ મહિનામાં ઈન્ફ્લપએન્ઝા વાયરસના A સબટાઈપ H3N2ને કારણે તાવ અને શરદી ઉધરસના કેસમાં વધારો થયો છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે H3N2ને  કારણે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા વધી છે. 


H3N2ના લક્ષણો કોરોના જેવા જ છે જે ચિંતાનું કારણ બન્યું છે. આની ઝપેટમાં આવ્યાં બાદ લોકોને થાક અને નબળાઈ અનુભવાઈ છે. તેમજ તેમાંથી બહાર નિકળવામાં બે સપ્તાહ જેટલો સમય લાગી રહ્યો છે. 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)નું કહેવું છે સીઝનલ તાવ ફેલાઈ રહ્યો છે. તાવ તો બે-ત્રણ દિવસમાં મટી જાય છે પરંતુ શરદી ઉધરસ ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે. પ્રદૂષણને કારણે પણ 15 વર્ષથી નાના અને 50 વર્ષથી વધુ વયના લોકોને શ્વાસનળીમાં સંક્રમણ વધી રહ્યું છે. 


આ પણ વાંચો: અલર્ટઃ કેટલાંક રાજ્યોમાં ધીરે-ધીરે કોવિડ પૉઝિટિવિટી રેટમાં વધારો

H3N2ની તપાસ કરવી ક્યારે આવશ્યક?

એમ્સ દિલ્હીમાં પ્લમોનોલૉજી ડિપાર્ટમેન્ટના ડૉ.અનંત મોહન જણાવે છે કે H3N2ની તપાસ ખુબ જ ગંભીર અને અપ્રત્યાશિત મામલાઓમાં  જ કરવી જોઈએ અથવા તો જ્યારે દર્દી સાજો ન થઈ રહ્યો ત્યારે અથવા ઈન્ફ્લુએન્ઝા સંક્રમણ પકડમાં ન આવતો હોય ત્યારે કરવી જોઈએ. 

તેમણે વધુમાં કહ્યું કે આ વખતે સુકી ઉધરસના દર્દીઓની સંખ્યા વધુ છે. આ દર્દીઓ કોઈ ખાસ સારવાર વગર ઠીક થઈ જતા હોય છે. ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત લોકોને ચેસ્ટ એક્સ-રેની જરૂર પણ નથી પડતી. 

શું છે H3N2ના લક્ષણો?

 • નાકમાંથી પ્રવાહી વહેવું
 • ખુબ જ તાવ
 • ઉધરસ (શરૂઆતમાં ભીની અને લાંબા સમય સુધી સુકી)
 • ચેસ્ટ કંજેશન
 • WHO અનુસાર  સીઝનલ ઈન્ફ્લુએન્ઝાથી સંક્રમિત થતાં તાવ, ઉધરસ, માથામાં દુ:ખાવો, માંસપેશીઓ અને સાંધામાં પીડા, ગળામાં સુકું લાગવું અને નાક વહેવાં જેવા લક્ષણે છે H3N2ના.
 • મોટા ભાગે તાવ એક અઠવાડિયામાં મટી જાય છે પરંતુ ઉધરસ મટવામાં બે અથવા ત્રણ સપ્તાહ જેટલો સમય લાગે છે

આ પણ વાંચો: H3N2 Influenza થકી ભારતમાં બે મોત, આ રાજ્યોમાંથી આવ્યા સમાચાર

શા માટે વધી રહ્યાં છે ઈન્ફ્લૂએન્ઝાના કેસો?

આજ ડૉટ કૉમ અનુસાર દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલના બાળરોગ વિશેષજ્ઞ ડૉ. ધીરેન ગુપ્તાના જણાવે છે કે એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે આપણી ઈમ્યુનિટી નબળી પડી જાય છે. એવામાં ન માત્ર વાયરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યાં છે પરંતુ એની ગંભીરતા પણ વધી રહી છે. 

ડૉ. ગુપ્તાએ વધુમાં જણાવ્યું તે અમને આશા હતી કે કોરોના બાદ ઈન્ફ્લૂએન્ઝા જેવી બિમારીઓનું પ્રણાણ ઘટશે. પરંતુ હાલની સ્થિત જોઈને લાગે છે કે તેના કરતાં ઊલટું થઈ રહ્યું છે. વાયરલ ઈન્ફેક્શન વધી રહ્યું છે જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને પ્રભાવિત કરી રહ્યું છે. 

ઈન્ફ્લૂએન્ઝા એટલે શું?

 • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર સિઝનલ ઈન્ફ્લૂએન્ઝા વાયરસ ચાર પ્રકાર-A, B,C અને Dમાં હોય છે. જેમાં A અને B ટાઈપથી મોસમી ફ્લૂ ફેલાય છે. 
 • આમાંથી ઈન્ફ્લૂએન્ઝા A ટાઈપને મહામારીનું કારણ માનવામાં આવે છે. ઈન્ફ્લૂએન્ઝા ટાઈપ A ના બે સબટાઈપ હોય છે. એક H3N2 અને બીજો H1N1. 
 • જોકે, ઈન્ફ્લૂએન્ઝા ટાઈપ Bના સબટાઈપ નથી હોતા પરંતુ એના લાઈનેઝ થઈ શકે છે. ટાઈપ Cને ખુબ જ હળવો માનવામાં આવે છે અને તે જોખમી નથી હતોતો. જ્યારે કે ટાઈપ D પશુઓમાં ફેલાય છે.
 • આઈસીએમઆર અનુસાર, કેટલાક મહિનામાં કોરોનાના કેસ ઓછા થયા હતાં પરંતુ H3N2ના મામલાઓમાં વધારો થયો છે. સર્વિલાંસ ડેટા જણાવે છે કે 15 ડિસેમ્બર બાદથી H3N2ના મામલાઓ વધી રહ્યાં છે.
 • આઈસીએમઆરે જણાવ્યું કે સીવિયર એક્યુટ રેસ્પેરિટી ઈન્ફેક્શન (SARI)થી પીડિત અડધાથી વધુ લોકો H3N2થી સંક્રમિત મળે છે. 

વધારે જોખમ કોને?

આમ તો ઈન્ફ્લૂએન્ઝા કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. પરંતુ આનું સૌથી વધુ જોખમ ગર્ભવતી મહિલાઓ, પાંચ વર્ષથી ઓછી વયના બાળકો, વૃદ્ધો અને કોઈ અન્ય બિમારી સામે ઝઝૂમી રહેલા લોકોને હોય છે.  

આ સિવાય હેલ્થકેર વર્કર્સ પણ ઈન્ફ્લૂએન્ઝાથી સંક્રમિત થવાની શક્યતા વધુ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ફ્લુનો ફફડાટ

કેવી રીતે ફેલાય છે?

આ એક વાયરલ બિમારી હોવાથી એક વ્યક્તિમાંથી અન્ય વ્યક્તિમાં ખુબ જ સરળતાથી ફેલાય છે. WHOઅનુસાર ભીડવાળી જગ્યા પર આ જલદી ફેલાય શકે છે.

ઈન્ફ્લૂએન્ઝાથી સંક્રમિત કોઈ વ્યક્તિ જ્યારે ઉધરસ ખાય છે અથવા છિંકે છે તો તેમના ડ્રોપલેટ હવામાં એક મીટર સુધી ફેલાય શકે છે અને જ્યારે અન્ય વ્યક્તિ શ્વાસ લે છે ત્યારે આ ડ્રોપલેટ તેના શરીરમાં જાય છે અને તેણે પણ સંક્રમિત કરે છે. 

આ ઉપરાંત કોઈ સંક્રમિત વ્યક્તિને સતત સ્પર્શ કરવાથી પણ વાયરસ ફેલાય શકે છે. માટે જ ઉધરસ અને છીંકતા સમયે મોઢાને ઢાંકવું અનિવાર્ય છે. આ સાથે જ વારંવાર હાથ પણ સાફ કરતા રહેવા જોઈએ. 

શું કરવું અને શું ન કરવું?

 • શું કરવું?

-ભીડવાળી જગ્યા પર જવાનું ટાળો અને માસ્ક પહેરો
-વારંવાર આંખ અને નાકને સ્પર્શ કરવાથી બચો
-ઉધરસ ખાતી વખતે અને છીંકતી વખતે મોં અને નાકને કવર કરો
-તાવ અને શરીરમાં કળતર થતું હોય તો પેરાસિટામોલ લઈ લો

 • શું ન કરવું જોઈએ

-હેન્ડ શેક અને કોઈ પણ ગેધરિંગથી બચો
-સાર્વજનિક જગ્યાઓ પર થૂંકવાનું ટાળો
-ડૉક્ટરની સલાહ વગર એન્ટીબાયોટિક દવા ન લો

આ પણ વાંચો: ક્યાંથી આવ્યો કોરોના વાયરસ? આખરે ત્રણ વર્ષે પડ્યો ફોડ, આ છે કોવિડનું ઉદ્ભવ સ્થાન

કેટલો જોખમી છે આ વાયરસ?

મોટા ભાગના લોકો કોઈ મેડિકલ કેર વગર જ ઈન્ફ્લૂએન્ઝાથી સાજા થઈ જતા હોય છે, પરંતુ કેટલાક કેસો એટલા ગંભીર હોય છે કે દર્દીનું મોત પણ થઈ શકે છે. 

Who અનુસાર હાઈ રિસ્કમાં સામેલ લોકોને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો અને મોત થયા હોવાના કેસો વધુ સામે આવે છે. 

અનુમાન છે કે દર વર્ષે દુનિયાભરમાં ગંભીર બિમારીના 30થી 50 લાખ કેસો સામે આવે છે. જેમાં 2.90 લાખથૂ 6.50 લાખ લોકો મોતને ભેટે છે. 

ક્યાં વધી રહ્યાં છે ઈન્ફ્લૂએન્ઝાના કેસ?

સમગ્ર દેશમાં ઈન્ફ્લૂએન્ઝાના મામલાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આઈસીએમઆરનો ડેટા જણાવે છે કે કેટલાક મહિનાથી કોરોના કેસ ઘટ્યા ત્યાં H3N2ના કેસમાં વધારો થયો. 

ગંગારામ હોસ્પિટલના ડૉ. ધીરેન ગુપ્તા જણાવે છે કે પહેલા વાયરલ ઈન્ફેક્શન કેસોની સંખ્યા 5 ટકા કરતા ઓછી હતી જે હવે વધી રહી છે.

યુપીના કેટલાક હોસ્પિટલમાં કેસો 30 ટકા વધી રહ્યાં છે, જ્યારે કે દિલ્હીના હોસ્પિટલમાં પણ 20 ટકા કેસોનો ઉછાળો જોવા મળ્યો છે. 

 

Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK