Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કર્ણાટકના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે નાયક સ્ટાઇલમાં બસના પ્રવાસીઓની સમસ્યા સુલઝાવી

કર્ણાટકના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે નાયક સ્ટાઇલમાં બસના પ્રવાસીઓની સમસ્યા સુલઝાવી

Published : 13 July, 2026 09:57 AM | IST | karnataka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છૂપા વેશે બસમાં પ્રવાસ કરતી વખતે છુટ્ટા પૈસા ન હોવાથી બસમાંથી ઉતારી દેનારા કન્ડક્ટર ને ડ્રાઇવરને કર્યા સસ્પેન્ડ

માસ્ક પહેરીને બસમાં સફર કરી રહેલા કર્ણાટકના ટ્રાન્સપોર્ટપ્રધાન બાયરથી સુરેશ.

માસ્ક પહેરીને બસમાં સફર કરી રહેલા કર્ણાટકના ટ્રાન્સપોર્ટપ્રધાન બાયરથી સુરેશ.


કર્ણાટકના ટ્રાન્સપોર્ટપ્રધાન બાયરથી સુરેશને બૅન્ગલોરની બસોમાં બસ-કન્ડક્ટરોની જોહુકમીની ફરિયાદો મળ્યા બાદ તેમણે શનિવારે છૂપા વેશમાં બસમાં મુસાફરી કરી હતી. તેમણે માસ્ક પહેરીને ૧૦થી વધુ બસમાં પ્રવાસ કર્યો હતો. તેમણે માસ્ક પહેરીને છૂપા વેશમાં બસોમાં મુસાફરી કરી હતી અને દૈનિક મુસાફરોને પડતી મુશ્કેલીઓનો અનુભવ કર્યો હતો. એક બસમાંથી તેમને ઊતરી જવાનું કહેવામાં આવ્યું હતું. હેબ્બલ-નાગશેટ્ટીહલ્લી રૂટની બસમાં કન્ડક્ટરને ૧૦૦ રૂપિયાની નોટ આપી હતી, જ્યારે ટિકિટભાડું ૩૦ રૂપિયા હતું. એ વખતે કન્ડક્ટરે તેમને છુટ્ટા પૈસા ન હોય બસમાંથી ઊતરી જવા કહ્યું હતું. એ વખતે તો તેઓ ઊતરી ગયા હતા, પણ પાછળથી તેમણે ડ્રાઇવર અને કન્ડક્ટર બન્નેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

ફન વર્લ્ડ બસ-સ્ટૉપ પર એક મુસાફરે નીચે ઊતરવાનું જણાવવા છતાં બસ રોકાઈ નહોતી. પ્રધાને નાગાશેટ્ટીહલ્લીમાં ઊતર્યા પછી તેમણે એક રિક્ષા-ડ્રાઇવર સાથેના વિવાદમાં હસ્તક્ષેપ કર્યો હતો, જેણે મીટરમાં ૩૦ રૂપિયાનું ભાડું દર્શાવ્યું હોવા છતાં પ્રવાસી પાસે કથિત રીતે ૩૬ રૂપિયા માગ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2026 09:57 AM IST | karnataka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK