Kanpur Sexual Crime: કાનપુરમાં 13 વર્ષીય કિશોર સાથે દુષ્કર્મ અને હત્યા, કારણ જાણવા બાદ પોલીસ પણ હચમચી ગઈ. રમઝાન દરમિયાન પત્ની અને ગર્લફ્રેન્ડે ઇનકાર કરતા 2 આરોપીઓએ 13 વર્ષીય કિશોરને હવસનો શિકાર બનાવ્યો. પોલીસ કરી બંને આરોપીઓની ધરપકડ.
પ્રતીકાત્મક તસવીર
કાનપુરના બિલ્હૌર ખાતે 13 વર્ષીય કિશોર સાથે દુષ્કર્મ કરી અને તેની નિર્દયપણે હત્યા કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ કિશોરને એક સ્ત્રી સાથે સેકસ કરાવવાના બહાને બોલાવ્યો, પરંતુ બાદમાં તેની જ સાથે દુષ્કર્મ કર્યું અને પછી તેનું ગળું દબાવી હત્યા કરી હતી.
રમઝાનમાં ગર્લફ્રેન્ડ અને પત્નીએ ના પાડતાં કિશોરને બનાવ્યો શિકાર
પોલીસના જણાવ્યા અનુસાર, બે મુખ્ય આરોપી અજ્જુ અને હુસૈનીએ શારીરિક સંબંધ બનાવવા માટે પોતાની ગર્લફ્રેન્ડ અને પત્ની પાસે માગણી કરી, પરંતુ રમઝાન મહિનો ચાલુ હોવાને કારણે બંનેએ ના પાડી. ઉગ્ર વાસનાથી ઘેરાયેલા આરોપીઓએ કિશોરને પોતાનો શિકાર બનાવવાનો નક્કી કર્યું. તેઓએ કિશોરને એક મહિલા મિત્ર સાથે મળી સેકસ કરવા માટે બોલાવ્યો અને પાછળથી તેની સાથે જ દુષ્કર્મ આચર્યું. આ દુષ્કર્મ બાદ તેઓએ કિશોરને મારવાની પણ યોજના બનાવી હતી.
ADVERTISEMENT
મૃત્યુ પહેલા નિર્દયતા, શરીર પર 23 ઇજાઓના નિશાન
કિશોરે જીવ બચાવવા માટે ખુબજ સંઘર્ષ કર્યો. મેડિકલ રિપોર્ટ અનુસાર, કિશોરના શરીર પર 23 ઈજાઓ જોવા મળી, જેમાંથી 18 ઈજાઓ આટલી બધી ગંભીર છે કે જોનારના મનમાં પણ ભય બેસી જાય. આરોપીઓએ કિશોરની હત્યા માટે પહેલાથી જ યોજના બનાવી હતી. કિશોરને ગળો ફાસો આપવા માટે, અજ્જુ પહેલેથી જ પોતાની કમર પર દોરી બાંધીને ગયો હતો. હુસૈની અને અજ્જુએ કિશોરનું ગળું દબાવીને તેની હત્યા કરી અને પછી મૃતદેહને એક કૂવામાં ફેંકી દીધો હતો.
હત્યા પછી 10 લાખની માગ
આરોપીઓએ હત્યા બાદ કિશોરના પરિવારજનોને ગૂંચવવા માટે કિશોરના ફોનથી તેના ભાઈના મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં કિશોરનું અપહરણ કર્યાની માહિતી આપી અને છૂટકારા માટે 10 લાખ રૂપિયાની માગણી કરી. પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજતા તરત જ ટેક્નિકલ સરવૈઇલન્સ દ્વારા તપાસ શરૂ કરી. ગુરુવારે હુસૈનીને ઝડપી લેવામાં આવ્યો અને તેના પાસેથી કિશોરનો મોબાઈલ પણ મળી આવ્યો હતો.
બુરખા પહેરીને મહિલા પોલીસે ઝડપી લીધો
મુખ્ય આરોપી અજ્જુ હજી પોલીસની પહોંચ બહાર હતો. પોલીસને જાણવા મળ્યું કે અજ્જુ કોર્ટને સરેન્ડર કરવાની તૈયારીમાં હતો અને વારંવાર પોતાનો ફોન નંબર બદલતો હતો. આરોપીને પકડવા માટે મહિલા પોલીસે બુરખા પહેરીને ત્રણ દિવસ સુધી ફારુખબાદના મુસ્લિમ વિસ્તારમાં તપાસ કરી હતી. અંતે, પોલીસને માહિતી મળી કે અજ્જુ શહેરથી ટ્રેનમાં ભાગવા જઈ રહ્યો છે. પરંતુ પોલીસનો ભય હોવાથી તે ટ્રેનમાંથી ઉતરી ગયો. પોલીસે બુરખો પહેરેલી મહિલા પોલીસની મદદથી અજ્જુને ટ્રેનમાંથી જ ઝડપી લીધો. તેની પાસેથી કિશોરને ગળે ફાસો આપવા માટે વપરાયેલી દોરી, પિસ્ટલ અને કારતૂસ મળી આવ્યા હતા.

