નસીરુદ્દીન શાહને લોમડીની ઉપમા આપીને, હું શ્વાન બનવાનું પસંદ કરીશ એમ કહીને આકરા પ્રહાર કર્યા કંગના રનૌતે
દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ
દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ અને અભિનેતા-ગાયક પીયૂષ મિશ્રા વચ્ચે શરૂ થયેલા વાક્યુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીની સંસદસભ્ય અને અભિનેત્રી કંગના રનૌત પણ કૂદી પડી છે. કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિદ્યાર્થી-આંદોલન દરમ્યાન બૉલીવુડના કલાકારોની મૌન ભૂમિકા વિશે નસીરુદ્દીન શાહે કરેલી ટિપ્પણી પર પીયૂષ મિશ્રાએ આકરા પ્રહારો કર્યા હતા તો હવે કંગનાએ પીયૂષ મિશ્રાનું સમર્થન કરીને નસીરુદ્દીન શાહ સામે સીધેસીધું શાબ્દિક યુદ્ધ શરૂ કર્યું છે.
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે નસીરુદ્દીન શાહે વિદ્યાર્થી-આંદોલન પર બૉલીવુડની ચુપકીદી પર કટાક્ષ કરતાં સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની સરખામણી મોંમાં હાડકું દબાવીને બેઠેલા કૂતરા સાથે કરી હતી, જે ભસી શકતો નથી. તાજેતરમાં રાંચીના જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમ ખાતે આંદોલનકારીઓને ટેકો આપવા પહોંચેલા પીયૂષ મિશ્રાએ નસીરુદ્દીન શાહના આ નિવેદનની આકરી ટીકા કરી હતી અને ઝારખંડના વિદ્યાર્થી-આંદોલન પર નસીરુદ્દીન શાહના મૌન સામે સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
પીયૂષ મિશ્રાના આ વલણનું સમર્થન કરતાં કંગના રનૌતે નસીરુદ્દીન શાહ પર નિશાન સાધ્યું હતું અને તેમની સરખામણી લોમડી એટલે કે લુચ્ચા શિયાળ સાથે કરી હતી. કંગનાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘સચ તો યે હૈ કિ હર કોઈ કિસી ન કિસીકા કુત્તા હૈ, લેકિન મુઝે ઇસ બાત કા ગર્વ હૈ કિ મૈં જિસ ઘર (દેશ) કી રોટી ખાતી હૂં ઉસકી રખવાલી કરતી હૂં, ઉસકે લિએ લડતી હૂં. નસીરસાબ ખાતે તો ઇસ દેશ કા હૈં લેકિન લડતે પડૌસી દેશ કે લિએ હૈં. આજના સમયમાં માણસોને કોઈ કૂતરો કહે તો એ કૉપ્લિમેન્ટ કહેવાય. કારણ કે વફાદારી અને માસૂમિયત આજે દુર્લભ છે. નસીરુદ્દીન જેવી લોમડીને બદલે હું શ્વાન બનવાનું પસંદ કરીશ.’
