° °

આજનું ઇ-પેપર
Sunday, 26 March, 2023


સંસદમાં બોલવું મારો અધિકાર, આશા છે, કાલે બોલવા આપશે: રાહુલ ગાંધી

16 March, 2023 05:07 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુરુવારે લંડનમાં આપવામાં આવેલા પોતાના નિવેદનને લઈને થતાં વિવાદ પર વાત કરી. હકિકતે, ઉક્ત નિવેદનને લઈને થતા વિવાદને કારણે સદનમાં તેમના સંબોધન દરમિયાન ખૂબ જ હોબાળો થયો, પછી કાર્યવાહી સ્થગિત કરવી પડી.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ગુરુવારે લંડનમાં આપવામાં આવેલા પોતાના નિવેદનને લઈને થતાં વિવાદ પર વાત કરી. હકિકતે, ઉક્ત નિવેદનને લઈને થતા વિવાદને કારણે સદનમાં તેમના સંબોધન દરમિયાન ખૂબ જ હોબાળો થયો, જેના પછી કાર્યવાહી સ્થગિત કરવી પડી. આ સંબંધે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં બોલવું મારો અધિકાર છે, આશા છે કે કાલે બોલવા આપશે.

રાહુલ ગાંધીએ કહ્યું, "અમારી સરકાર વિપક્ષના કોઈપણ વિચાર પર સદનમાં ચર્ચાની પરવાનગી નથી આપતી. ઘણીવાર સંસદમાં બોલવા માટે ઊભો થયો તો મારું માઇક બંધ કરી દેવામાં આવ્યું. આ એ ભારત નથી જેના આપણે બધા આદી છીએ."

કૉંગ્રેસ નેતાએ કહ્યું, "આજે મેં સ્પીકરને કહ્યું કે હું સંસદમાં મારી વાત રજૂ કરવા માગું છું. સરકારના ચાર મંત્રીઓએ મારા પર આરોપ મૂક્યો છે તો મને પણ સ્પષ્ટતા આપવાનો હક છે. આજે મારા આવ્યાની એક મિનિટમાં હાઉસ એડજર્ન થઈ ગયું. આશા છે કે મને કાલે બોલવા આપશે."

તેમણે કહ્યું, "હું જે પીએમ અને અદાણીજી વિશે બોલ્યો તેને સંપૂર્ણ એક્સપંજ કરી દેવામાં આવ્યો. આ સંપૂર્ણય ડાયવર્સનરી ટેક્ટિસ છે. મને શંકા છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે. હું સાંસદ છું, મારી પહેલી જવાબદારી, સંસદમાં બોલવાની છે."

આ પણ વાંચો : સિનેમાઘરોમાં રિલીઝ નહીં થાય અક્ષય કુમારની OMG2, ખેલાડીએ કરી ઓટીટીની પસંદગી

જણાવવાનું કે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભારતીય લોકતંત્રને લઈને લંડનમાં આપવામાં આવેલા તાજેતરના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના હોબાળા અને વિપક્ષી દળો દ્વારા અદાણી-હિંડનબર્ગ કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે તપાસ કરાવવાની માગને લઈને કરવામાં આવેલા હોબાળાને કારણે સંસદમાં બન્ને સદનની કાર્યવાહી ગુરુવારે સતત ચોથા દિવસે બાધિત થઈ, અને કાર્યવાહી શરૂ થવાની થોડીક જ વારમાં બપોરે 2 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવી.

16 March, 2023 05:07 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધીએ બદલ્યો પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો, જાણો કારણ અને શું કર્યા ફેરફાર

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદ સભ્ય તરીકે અયોગ્ય જાહેર થયા બાદ પોતાના ટ્વિટર અકાઉન્ટનો બાયો અપડેટ કર્યો છે. તેમણે પોતાને કૉંગ્રેસ સભ્ય ગણાવવાની સાથે `અયોગ્ય સાંસદ` પણ લખી દીધું છે.

26 March, 2023 06:04 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯૯મા એપિસોડમાં કરી આ મુદ્દાઓ પર ચર્ચા

આ વર્ષે મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમનો આ ત્રીજો એપિસોડ છે. કાર્યક્રમના 99મા એપિસોડનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને નર્વસ નાઈન્ટીઝનો ઉલ્લેખ કર્યો હતો

26 March, 2023 01:12 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

રાહુલ ગાંધી અયોગ્યતા મામલે, આજે દેશમાં દિવસ દરમિયાન કૉંગ્રેસનો `સત્યાગ્રહ`

પાર્ટી પ્રમાણે, રાહુલ ગાંધી પ્રત્યે એકતા બતાવીને આ `સંકલ્પ સત્યાગ્રહ` બધા રાજ્યો અને જિલ્લાઓમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ સામે થઈ રહ્યો છે. આ સવારે 10 વાગ્યે શરૂ થઈને સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

26 March, 2023 12:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK