તેમના આ નિવેદનથી ફરી એક વાર અઝાન પરની ચર્ચા શરૂ થઈ શકે છે.

ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પા
બૅન્ગલોર : કર્ણાટક બીજેપીના એક મોટા નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કે. એસ, ઈશ્વરપ્પાએ ફરી એક વાર વિવાદાસ્પદ બયાનબાજી કરી છે. આ વખતે તેમણે અઝાન પર ટિપ્પણી કરી અલ્લાહ પર બયાન આપતાં કહ્યું છે કે શું અલ્લાહ બહેરો છે કે તેને બોલાવવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની જરૂર પડે? તેમના આ નિવેદનથી ફરી એક વાર અઝાન પરની ચર્ચા શરૂ થઈ શકે છે.
કે. એસ. ઈશ્વરપ્પા એક જનસભાને સંબોધન કરી રહ્યા હતા એ વખતે નજીકની એક મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાતાં તેમણે કહ્યું હતું કે હું જ્યાં પણ જાઉં છું મને આ અવાજથી તકલીફ થાય છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાની તૈયારી છે. આજે નહીં તો કાલે અઝાન બંધ કરવામાં આવશે.
આ પણ વાંચો: કૉન્ગ્રેસ મોદીની કબર ખોદવામાં અને હું રસ્તાઓ બનાવવામાં બિઝીઃ પીએમ
તેમણે સભાને સંબોધિત કરતાં પ્રશ્ન કર્યો હતો કે અઝાન વખતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાથી જ અલ્લાહ સાંભળશે? મંદિરોમાં મહિલાઓ આરતી કે પ્રાર્થના કરતી હોય છે. અમે પણ ધાર્મિક છીએ, પણ અમે લાઉડસ્પીકરનો ઉપયોગ નથી કરતા. જો તમે લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને જ નમાજ અદા કરો છો તો એનો અર્થ છે કે અલ્લાહ બહેરો છે.
કર્ણાટકમાં નાયબ મુખ્ય પ્રધાનપદે રહેલા ઈશ્વરપ્પાનો વિવાદોથી ઘણો જૂનો સંબંધ રહ્યો છે. આ પહેલાં તેઓએ ૧૮મી સદીમાં મૈસૂરના શાસક ટીપુ સુલતાનને ‘મુસ્લિમ ગુંડા’ કહ્યા હતા.