IRCTCએ લૉન્ચ કર્યું AI ચૅટબૉટ જેમાં પાસવર્ડની જરૂર નથી પડતી
IRCTCએ નવું સ્માર્ટ AI ચૅટબૉટ AskDISHA 2.0 લૉન્ચ કર્યું
ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ નવું સ્માર્ટ AI ચૅટબૉટ AskDISHA 2.0 લૉન્ચ કર્યું છે. એ તમારો અવાજ સાંભળીને તમને જરૂરી અસિસ્ટન્સ આપશે. આ ચૅટબૉટ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી જેવી બીજી અનેક ભાષાઓમાં કામ કરે છે. આ ચૅટબૉટ દ્વારા તમારા વૉઇસ-કમાન્ડથી જ તમે ટિકિટ બુક કે કૅન્સલ કરાવી શકશો. એ માટે પાસવર્ડની પણ જરૂર નહીં પડે. માત્ર IRCTCમાં તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખીને OTPથી પૂરી પ્રોસેસ કરવાની રહેશે.
IRCTCની ઑફિશ્યલ વેબસાઇટ કે ઍપ ઓપન કરીને AskDISHA ક્લિક કરો. ચૅટમાં ‘ટિકિટ બુક’ ટાઇપ કરીને કે બોલીને કમાન્ડ આપો. ક્યાંથી ક્યાં ટ્રાવેલ કરવું છે, કઈ તારીખે કયા ક્લાસમાં ટ્રાવેલ કરવું છે એની વિગતો કહેશો એટલે તમને એના તમામ ઑપ્શન્સ અને અવેલેબિલિટી આવી જશે. ઑપ્શન પસંદ કરીને કોચ અને સીટ પસંદ કરીને પૅસેન્જરનું નામ ઍડ કરો. OTP થકી પેમેન્ટ કરીને ટિકિટ કન્ફર્મ કરો.
ADVERTISEMENT
IRCTCની ઑફિશ્યલ વેબસાઇટ કે ઍપ ઓપન કરીને AskDISHA ક્લિક કરો. ચૅટમાં ટિકિટ કૅન્સલનો વૉઇસ-કમાન્ડ આપો. એટલે તમે બુક કરેલી ટિકિટોનું લિસ્ટ આવશે. એમાંથી જે ટિકિટ કૅન્સલ કરવી હોય એ પસંદ કરશો એટલે કૅન્સલેશનનો મેસેજ તમારા મોબાઇલ પર આવી જશે.

