India-Pakistan Ceasefire: ભારતીય સેનાના નિવેદન બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ચાલુ જ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
ભારત-પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ બાદ યુદ્ધવિરામ પર સમજૂતી કરવામાં (India-Pakistan Ceasefire) આવી હતી. જો કે આ બને દેશો વચ્ચે જે યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી તે આજે પૂર્ણ થઈ જવાની છે કે કેમ એ મુદ્દે ઘણા લોકો મૂંઝવણમાં છે. પણ હવે ભરતીય જવાનો દ્વારા એક નિવેદન સામે આવ્યું છે. જેમાં સેનાએ સ્પષ્ટરીતે જણાવી દીધું છે કે આજે ડાયરેક્ટરલ જનરલ ઓફ મિલીટરી ઓપરેશન્સ (DGMO)ના સ્તરની કોઈ જ વાત થવાની નથી. આ સાથે જ સેનાએ કહ્યું કે કેટલાક મીડિયામાં એવા અહેવાલો આપવામાં આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ આજે સમાપ્ત થઈ રહ્યો છે. જો કે આ પ્રકારના ખબર જાણીને ઘણા લોકોમાં મૂંઝવણમાં મુકાયા છે. અને લોકોની આ જ મૂંઝવણ દૂર કરવા માટે ભારતીય સેનાએ આ અટકળો પર ચોકડી મુકતું નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થવાના સમાચાર સંપૂર્ણપણે ખોટા છે.
એક અધિકારીએ આ વાત કરતાં જણાવ્યું હતું કે - જ્યાં સુધી ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)ની વાટાઘાટો દરમિયાન નક્કી કરાયેલા યુદ્ધવિરામના અંતનો સંબંધ (India-Pakistan Ceasefire) છે, તેની કોઈ સમાપ્તિ તારીખ નથી.` આ સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે રવિવારે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે કોઈ વાતચીતનું આયોજન કરવામાં આવેલ નથી.
ADVERTISEMENT
ભારતીય સેનાએ એમ્ પણ જણાવ્યું છે કે ગઈ 12મી મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે યુદ્ધવિરામ કરાર (India-Pakistan Ceasefire) થયો હતો. જો કે આ સમયે કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નહોતી. એટલે કે આ યુદ્ધવિરામ ક્યાં સુધી કરવામાં આવી રહ્યો છે એવી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નહોતી. એનો અર્થ એ થયો કે આ યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે.
છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક મીડિયામાં એવા સમાચાર ફેલાવવામાં આવે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ કરાર આજે સમાપ્ત થવા જઈ રહ્યો છે. અને આજે બંને દેશના ડીજીએમઓ સ્તરની વાતચીત પણ થવાની છે એવી પણ ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવામાં આવી છે.
પરંતુ હવે ભારતીય સેનાના નિવેદન બાદ એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ (India-Pakistan Ceasefire) ચાલુ જ રહેશે અને તેને સમાપ્ત કરવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
શું હોય છે સીઝફાયર અથવા તો યુદ્ધવિરામ?
હાલમાં જ ભારત અને પાકિસ્તાન બંને દેશ યુદ્ધવિરામ પર સંમત થયા છે. ખરેખર, આ એક એવો શબ્દ છે જેમાં શાંતિ સમાયેલી છે. આનો અર્થ થાય છે યુદ્ધ અથવા સંઘર્ષનો અંત. આ એક પ્રકારનું સમાધાન છે. યુદ્ધવિરામ એ એક લશ્કરી કરાર છે જેનો મુખ્ય હેતુ સમગ્ર યુદ્ધ ક્ષેત્રમાં દુશ્મનાવટ બંધ કરવાનો અને ચોક્કસ સમયગાળા માટે શાંતિ પુનઃસ્થાપિત કરવાનો છે.

