સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે ઇન્કમ-ટૅક્સનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને ૧૫ સપ્ટેમ્બર કરી છે
પ્રતીકાત્મક તસવીર
ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે ફાઇનૅન્શિયલ યર ૨૦૨૪-’૨૫ (અસેસમેન્ટ યર ૨૦૨૫-’૨૬) માટેનું ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ જે પહેલાં ૩૧ જુલાઈ હતી એ લંબાવીને ૧૫ સપ્ટેમ્બર કરી છે. ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફૉર્મનું નોટિફિકેશન ઇશ્યુ કરવામાં ડિલે થયું હોવાથી ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ નિર્ણય લીધો હતો.
ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ બાબતની જાહેરાતની એના ટ્વિટર હૅન્ડલ પર પણ પોસ્ટ મૂકી હતી. એમાં કહેવાયું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે ઇન્કમ-ટૅક્સનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવીને ૧૫ સપ્ટેમ્બર કરી છે. આમ સમય લંબાવાને કારણે જે જરૂરી હોય એનું રિવિઝન કરી શકાશે અને સાથે જ ટૅક્સ ડિડક્ટેડ ઍટ સૉર્સ (TDS)ની વિગતોનો પણ સમાવેશ કરી શકાશે.


