આ વસ્ત્રોને પ્રાકૃતિક બ્લુ રંગથી ડાઇ કરવામાં આવ્યાં હતાં.
શ્રી રામ
ઉનાળો બેસી ગયો છે અને તાપમાન નિરંતર વધતું જાય છે એને પગલે ગઈ કાલથી અયોધ્યામાં રામલલાને કૉટનનાં વસ્ત્રો પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગઈ કાલે રામલલાએ જે વસ્ત્રો ધારણ કર્યાં હતાં એ હૅન્ડલૂમ કૉટન મલમલનાં બનેલાં હતાં અને આ વસ્ત્રોને પ્રાકૃતિક બ્લુ રંગથી ડાઇ કરવામાં આવ્યાં હતાં.